ક્રિકેટ જગતનાં સૌથી મોટા સમાચાર- રોહિત શર્માને મળી શકે છે ખેલ રત્ન એવોર્ડ

15મી ઓગસ્ટનાં રોજ MS ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રીક્રેટમાંથી પોતાની નિવૃત્તિ જાહેર કરી હતી. ત્યારબાદ હવે ફરી એકવાર ક્રિક્રેટને લઈને આનંદનાં સમાચાર સામે આવી રહ્યાં છે. આ સમાચાર ભારતીય ક્રિક્રેટ ટીમનાં ખેલાડી રોહિત શર્માને લઈને આવ્યાં છે.

ભારતીય ક્રિક્રેટ ટીમનાં ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માની સાથે જોડાયેલ એક મોટી ખબર સામે આવી રહી છે. રોહિત શર્માને આ વર્ષે ‘ખેલ રત્ન’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે એવી શક્યતા રહેલી છે. નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડ માટે બનાવવામાં આવેલ સિલેક્શન કમિટીએ હિટમેન રોહિત શર્માનાં નામને એવોર્ડની માટે નોમિનેટ કર્યો છે. ‘ખેલ રત્ન’ એ ભારતનાં કોઈપણ ખેલાડીને આપવામાં આવતું સર્વોચ્ય ખેલનું સન્માન છે.

જો રોહિત શર્મા ‘રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ’ થી સન્માનિત થશે તો એ ભારતનો ચોથો ક્રિકેટર પણ બની જશે. આની પહેલાં સચિન તેંડુલકરને વર્ષ 1997-98 માં, મહેન્દ્રસિંહ ધોનીને વર્ષ 2007 માં તેમજ વિરાટ કોહલીને વર્ષ 2018 માં આ એવોર્ડથી સન્માનિત થઈ ચૂક્યા છે. રાષ્ટ્રીય ખેલ પુરસ્કારની માટે કુલ 12 સભ્યોની સિલેક્શન કમિટીએ સોમવારનાં રોજ દ્વોણાચાર્ય તથા ધ્યાનચંદ પુરસ્કારનાં નામોની માટે ભલામણ પણ કરી હતી. જ્યારે મંગળવારનાં રોજ સમિતિએ રાજીવ ગાંધી ખેલ રત્ન તથા અર્જુન પુરસ્કારનાં નામો પણ જાહેર કરી દીધા હતાં.

ભારતીય ક્રિક્રેટ ટીમનાં સીમિત ઓવરોનો વાઈસ કેપ્ટન રોહિત શર્મા છેલ્લા ઘણાં વર્ષોથી ભારતીય ક્રિક્રેટ ટીમની માટે શાનદાર પ્રદર્શન પણ કરી રહ્યો છે. માત્એર ક ક્રિકેટર તરીકે જ નહીં પરંતુ એક કેપ્ટન તરીકે પણ રોહિત શર્માએ પોતાને સાબિત કરીને દેખાડ્યો છે. આ જ કારણ છે, કે રાષ્ટ્રીય ખેલ પુરસ્કારોની માટે બનાવેલ કમિટી કે જેમાં પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગ પણ સામેલ છે. એણે રોહિત શર્માને ‘ખેલ રત્ન’ આપવાં માટેની ભલામણ પણ કરી હતી. અહી ઉલ્લેખનીય છે, કે રોહિતે ગત વર્ષે રમાયેલ વર્લ્ડ કપમાં પણ દમદાર પ્રદર્શન કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *