ભટાર વિસ્તારમાં ખાડી કિનારે કચરો નાંખવા જનાર શ્રમજીવી પરિવારની 11 વર્ષની માસુમ બાળા સાથે અશ્લીલ વાત કરવા ઉપરાંત દુષ્કર્મ કરવાના બદઇરાદે અડપલા કરના ને લોકોએ ઝડપી પાડી ખટોદરા પોલીસને હવાલે કર્યો હતો.
ભટાર વિસ્તારમાં રહેતા શ્રમજીવી મુસ્લિમ પરિવારની 11 વર્ષની માસુમ બાળા ગત સાંજે ચાર વાગ્યાના અરસામાં ખાડી કિનારે કચરો નાંખવા ગઇ હતી. આ દરમ્યાન બાળાની એકલતાનો લાભ લઇ આયાઝ શમશુદ્દીન શેખ (ઉ.વ. 25 રહે. રસુલાબાદ ઝુપડપટ્ટી, ગલી નંબર ૨, ભટાર) નામનો ઇસમ બાળા પાસે ઘસી ગયો હતો અને તેની સાથે અશ્લીલ વાતો કરવા લાગ્યો હતો.
ત્યાર બાદ માસુમને દુષ્કર્મ કરવાના બદઇરાદે શારિરીક અડપલા કરવાનું શરૃ કર્યુ હતું. પરંતુ માસુમના સદનસીબે સ્થાનિક મહિલાની નજર માસુમ બાળા સાથે અડપલા કરી રહેલા આયાઝ પર પડી હતી અને બુમાબુમ કરી મુકી હતી. જેથી લોકો એકઠા થઇ ગયા હતા અને માસુમની છેડતી કરનાર આયાઝ શેખને માર મારી ખટોદરા પોલીસને હવાલે કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.