દેશના આ રાજ્યો ઉપર મંડરાઈ રહ્યો છે ‘ગુલાબ’ વાવાઝોડાનો ખતરો- અપાયું હાઈઅલર્ટ, જાણો ક્યાં થશે સૌથી વધારે અસર

ઓડિશા: રવિવારે ઓડીશા(Odisha)ના ગોપાલપુર(Gopalpur) અને વિશાખાપટ્ટનમ(Visakhapatnam)ની વચ્ચેથી ગુલાબ વાવાઝોડું ત્રાટકે તેવી આશંકા છે. આ દરમિયાન, આંધ્ર પ્રદેશ(Andhra Pradesh)નાં દરિયા કિનારાનાં જિલ્લાઓમાં SDRF અને NDRFને તૈનાત…

ઓડિશા: રવિવારે ઓડીશા(Odisha)ના ગોપાલપુર(Gopalpur) અને વિશાખાપટ્ટનમ(Visakhapatnam)ની વચ્ચેથી ગુલાબ વાવાઝોડું ત્રાટકે તેવી આશંકા છે. આ દરમિયાન, આંધ્ર પ્રદેશ(Andhra Pradesh)નાં દરિયા કિનારાનાં જિલ્લાઓમાં SDRF અને NDRFને તૈનાત કરી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત, ઓડિશામાં પણ મોટી સંખ્યામાં ફોર્સ મોકલવામાં આવી રહી છે.

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ નિવેદન અનુસાર વિશાખાપટ્ટનમ સહિતનાં જિલ્લાઓમાં માછીમારોને દરિયામાં ન જવા માટે આદેશ આપવામાં આવ્યો છે. ઓડિશાના ગંજમ જિલ્લામાં પણ વાવાઝોડાનાં કારણે ભારે તબાહીની આશંકા છે ત્યારે હાલ ત્યાં પણ તંત્ર દોડતું થયું છે.

IMD મુજબ બંગાળની ખાડીમાં તૈયાર થયેલ ડીપ ડિપ્રેશન ધીમે-ધીમે ભારત તરફ આગળ વધી રહ્યું છે. હાલ, વાવાઝોડું 14 કિમીની ઝડપે દરિયાકાંઠા તરફ આગળ આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. IMDએ જણાવ્યું કે, 26 સપ્ટેમ્બરની સાંજ સુધીમાં આ વાવાઝોડું વિશાખાપટ્ટનમ અને ગોપાલપુરની વચ્ચે આંધ્રપ્રદેશ હણે ઓડિશાના તટ પર ત્રાટકી શકે છે. ઉલ્લેખનીય છે કે, વાવાઝોડું ત્રાટકે ત્યારે 95 કિમી પ્રતિકલાકની ઝડપથી હવા ચાલે તેવી શક્યતા છે.

આટલું જ નહીં આગામી ત્રણ દિવસ સુધી દરિયામાં ન જવા માટે આદેશ આપવામાં આવ્યો છે. કારણ કે, હજુ ત્રણ દિવસ સુધી સમુદ્રમાં ઊંચી ઊંચી લહેરો ઊઠવાની શક્યતા રહેલી છે. ભારતનાં પૂર્વ વિસ્તારમાં ગુલાબ વાવાઝોડું આજ સાંજ સુધીમાં ત્રાટકે તેવી આશંકા છે. આ દરમિયાન, ગુલાબ વાવાઝોડાની અસર હવે ગુજરાત પર પણ વર્તાશે. બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશનનાં કારણે વાવાઝોડું આવી રહ્યું છે. જેના કારણે ભારેથી અતિભારે વરસાદને લઈને યેલો અલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતમાં પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેલી છે.

27 સપ્ટેમ્બરથી આખા ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. ચક્રવાતનાં કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવશે જેમા 27 સપ્ટેમ્બરથી કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં જિલ્લાઓમાં 27 સપ્ટેમ્બર એટલે કે આવતીકાલથી જ ભારે વરસાદ શરૂ થવાની શક્યતા છે જ્યારે 28 તારીખે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનાં જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *