સુરતમાંથી પસાર થતી તાપી નદીમાં જળકુંભી કાઢવાના નામે હાઈડ્રોલિક વિભાગે કોઈ પણ જાતના ટન્ડર વિના જ 1.76 કરોડ રૃપિયાનો કોન્ટ્રાક્ટ આપી દીધો છે. પોતાના માનિતા કોન્ટ્રાક્ટરને કામ આપવા માટે વિભાગ દ્વારા મોટા કામના નાના ટુકડા કરીને કામ ખુબ જરૃરી હોવાનું જણાવીને ટેન્ડર વગર કામ સોંપી દીધા હતા. પાણી સમિતિની બેઠકમાં આ કામો આઠેક માસ બાદ રજુ થતાં વિપક્ષી સભ્યએ આને કૌભાંડનો આક્ષેપ કરીને તપાસ કરવા માટે માગણી કરી હતી.
સુરત મહાનગરપાલિકાના વિવિધ વિભાગને 15 લાખ રૃપિયાની મર્યાદામાં કામગીરી કરવા માટેનો હક્ક હોય છે પરંતુ હાઈડ્રોલિક વિભાગ દ્વારા 1.76 લાખના કામોને નાના ભાગમાં વહેંચીને પોતાના માનિતા ઈજારદારને કામગીરી સોપી દીધી છે. આ આક્ષેપ કરતાં વિપક્ષી સભ્ય ભાવેશ રબારીએ કહ્યું હતુ, 15 લાખની મર્યાદામાં કામો સીટી ઈજનેરની કક્ષાએ મંજુર કરવામા આવે છે. કોઈ પણ જાતના ટેન્ડર વગર જળકુંભી કાઢવાના નામે 1.76 કરોડના કામો ખોટી રીતે પાતાના માનીતા ઈજારદારને આપીને મોટું કૌભાંડ કરવામા આવ્યું છે. આ સમગ્ર કૌભાંડમાં મોટા કામને 15 લાખની મર્યાદામાં આવરી લઈને નાના ભાગ પાડીને એજન્સીને ટેન્ડર વગર આપી દેવામાં આવ્યા છે તેની નિષ્પક્ષ તપાસ કરવામા આવે તો મોટું કૌભાંડ બહાર આવી શકે તેમ છે.
ટેન્ડર વગરના કામોની મંજુરી બાદ છ માસ બાદ કમિટિમાં જાણ લેવાની દરખાસ્ત
પાલિકાના હાઈડ્રોલિક વિભાગ દ્વારા ૧૫ લાખની મર્યાદા કે 7.50 લાખની મર્યાદામાં જે કામગીરી થાય છે તેમા માનિતા કોન્ટ્રાક્ટરને આપવા માટે છટકબારી શોધવામા આવી રહી છે. પાણીની ગુણવત્તા ખરાબ છે તેવુ દર્શાવી જળકુંભી ત્વરિત કાઢવી પડે તેમ જણાવીને વિભાગની ખર્ચ કરવાની મર્યાદા હોય તેટલી મર્યાદામાં મોટા કામના નાના ભાગલા કરી દેવામા આવે છે. મોટા કામ હોય તો ટેન્ડર બહાર પાડવા પડે પરંતુ વિભાગની નક્કી કરેલી મર્યાદામાં કામ બતાવીને કામ મંજુર કરીને પેમેન્ટ પણ કરી દેવામા આવે છે. જોકે, આવા થયેલા કામોનો વિવાદ ન આવે તે માટે કામગીરી પુરી થાય કે અપાય તેના બીજા મહિને પાણી કમિટિની બેઠકમાં રજુ કરવાના બદલે છ માસ બાદ જાણના કામો રજુ થાય છે તેના માટે વિપક્ષી સભ્યએ મૌખિક બાદ હવે લેખિત રજુઆત કરી છે.
આ માનિતા કોન્ટ્રાક્ટરોને ટેન્ડર વિના કામ આપ્યાનો આક્ષેપ
પાલિકાની પાણી સમિતિમાં પંદર લાખ અને સાડા સાત લાખની મર્યાદામાં ટેન્ડર વિના માનિતા કોન્ટ્રાક્ટરોને કામના નાના ભાગ કરીને કામગીરી સોંપી દેવાનો આક્ષેપ વિપક્ષે કર્યો છે. વિપક્ષના જણાવ્યા પ્રમાણે હાઈડ્રોલિક વિભાગે શાંતિ કોર્પોરેશન, ભગવાગર ટ્રેડર્સ, કુબેર શાક્ષી ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપર્સ, ક્રિષ્ણા ઓટોમો બાઈલ્સ, ગર્ગ અર્થ મુવર્સ, ગીર પછાત જાતિ વિકાસ સેવા સમિતિ, જલા આસ્તિક કોર્પોરેશન આ કાન્ટ્રાક્ટરોને જુદી જુદી તારીખે પંદર લાખ અને સાડા સાત લાખની મર્યાદામાં કામગીરીના ટુંકડા કરીને ટેન્ડર વગર આપી દેવામા આવે છે તેની તપાસ કરવાની માગ કરવામા આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.