હવે ઉનાળાની ઋતુ આવી ગઈ છે અને ગરમીથી બચવા લોકો AC નો ઉપયોગ કરે છે. એક રિસર્ચ મુજબ AC ના વપરાશથી પણ કોરોના સંક્રમણ ફેલાઈ શકે છે અને ચીનના રેસ્ટોરન્ટમાં એવું બન્યું પણ છે. આવામાં AC ચલાવતા સમયે કેટલીક વાતોનું ધ્યાન રાખવુ ખૂબ જ જરૂરી છે. કેન્દ્ર સરકારે તેને લઈને ગાઇડલાઇન જાહેર કરી છે.
સરકારનું કહેવુ છે કે, કોવિડ-19 મહામારી વચ્ચે એસીનું તાપમાન 24-30 ડિગ્રી સેન્ટીગ્રેડ વચ્ચે હોવું જોઈએ. સાથે જ સરકારે જણાવ્યુ કે, હ્યુમિડિટીનું પ્રમાણ 40-70 ટકાની વચ્ચે હોવું જોઈએ. આ ગાઇડલાઈન ઈન્ડિયન સોસાયટી ઓફ હિટીંગ રેફ્રિજરેટિંગ એન્ડ એરકંડીશનર એન્જિનિયર્સે તૈયાર કરી છે. તે પછી ન્ટ્રલ પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટ (સીપીડબ્લ્યુડી)એ તેને જાહેર કરી છે.
20 એપ્રિલથી કેન્દ્ર સરકારની મોટા ભાગની ઓફિસો શરૂ થઈ ગઈ છે. અને આ ઓફિસોમાં ગરમીથી બચવા એસીનો ઉપયોગ કરવામાં આવે છે. તેને ધ્યાનમાં રાખીને કોઈ પણ કર્મચારી કોરોનાનો ભોગ ન બને તેથી આ ગાઇડલાઈન જાહેર કરવામાં આવી છે. ઘરોમાં એસી ચલાવતા સમયે તાપમાન સિવાય બીજી વાતોનું પણ ધ્યાન રાખવુ જરૂરી છે.
- ઉનાળાની સિઝનમાં પ્રથમ વખત એસીનો ઉપયોગ કરતા પહેલા સર્વિસ કરાવવી.
- એસી ની સાથે પાંખો પણ ચલાવો, જેથી ઓરડામાં હવાની ગતિ સતત ચાલુ રહે.
- એસી વાળા રૂમમાં બારી પણ હોવી જોઈએ, બારી થોડી ખોલીને રાખવાથી ફ્રેશ હવા આવે છે.
- જો એગ્જોસ્ટ ફેન છે તો ઉપયોગ કરો, જેથી પ્રદૂષિત હવા બહાર જઇ શકે.
સાથે કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રિયલ સેક્ટર માટે ગાઇડલાઇમાં જણાવવામાં આવ્યુ છે કે, જો લાંબા સમયથી એસીનો ઉપયોગ ન થયો હોય તો પહેલા તેની સર્વિસ કરાવી લેવી. તે સિવાય ત્યાં વધારેમાં વધારે વેન્ટિલેશન હોવુ જરૂરી છે, જેથી ફ્રેશ હવાનો સકારાત્મક દબાણ બનેલું રહે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news