ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યની રૂપાણી સરકારે કર્મચારીઓના મોંઘવારીના ભથ્થામાં વધારો કરીને દિવાળી સુધારી દીધી છે. ગુજરાતના ડેપ્યુટી સીએમ નીતિન ભાઈ પટેલે મોટી અને મહત્વની જાહેરાત કરી છે.
ડેપ્યુટી સીએમ જણાવતા કહ્યું છે કે, મોંઘવારી ભથ્થુ 28 ટકા મંજૂર કરવામાં આવ્યું છે. બીજી તરફ સપ્ટેમ્બર મહિનાના પગારથી કર્મચારીઓને આ ભથ્થાનો લાભ મળશે. હાલમાં અત્યાર સુધી મોંઘવારી ભથ્થું 17 ટકા હતું. હવે કર્મચારીઓના મોંઘવારીના ભથ્થામાં એક સાથે 11 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જેને લીધે સરકારી કર્મચારીમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ડેપ્યુટી સીએમ નીતિન પટેલે આજે પ્રેસ કોન્ફરન્સમાં જણાવતા કહ્યું છે કે, મારી અને વિજયભાઈ સાથેની બેઠક બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે, તાજેતરમાં જ મોદી સરકાર દ્વારા જે મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લેવાયો છે એ નિર્ણયને ધ્યાને રાખીને ગુજરાતમાં પણ સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થુ આપવામાં આવશે.
તમને જણાવી દઈએ કે, પંચાયત અને પેન્શન ધારકોને આ મોંઘવારી ભથ્થાનો લાભ મળતો હોય છે. અત્યારસુધી 17 ટકા મોંઘવારી ભથ્થુ ચૂકવાતું હતું. પરંતુ તાજેતરમાં ભારત સરકારે જુલાઈ મહિનાથી 11 ટકાના વધારા સાથે 17 ટકાને બદલે 28 ટકા મોંઘવારી ભથ્થું ચૂકવવાનો એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. એ પ્રમાણે નાણાવિભાગ દ્વારા કરાયેલી પ્રપોઝલને રાજ્યના સીએમ રૂપાણીએ પણ લીલીઝંડી આપી દીધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.