યુનિવર્સિટી પર થયો મોટો હુમલો: 8 વિધાર્થીઓના થયા મોત અનેક ઘાયલ, જીવ બચાવવા બારી માંથી કુદી પડ્યા- જુઓ ખૌફનાક વિડીયો

એક અજાણ્યા શખ્સે રશિયા(Russia)ની પર્મ સ્ટેટ યુનિવર્સિટી(Perm State University) પર હુમલો(Attack) કર્યો છે. કેટલાય વિદ્યાર્થીઓએ પોતાનો જીવ બચાવવા માટે બિલ્ડિંગમાંથી કૂદી પડ્યા હતા. આ હુમલામાં…

એક અજાણ્યા શખ્સે રશિયા(Russia)ની પર્મ સ્ટેટ યુનિવર્સિટી(Perm State University) પર હુમલો(Attack) કર્યો છે. કેટલાય વિદ્યાર્થીઓએ પોતાનો જીવ બચાવવા માટે બિલ્ડિંગમાંથી કૂદી પડ્યા હતા. આ હુમલામાં આઠ લોકો માર્યા ગયા હતા અને 14 જેટલા વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા.

અજાણ્યા હુમલાખોરે યુનિવર્સિટી પર હુમલો કર્યો:
તમને જણાવી દઈએ કે, પર્મ સ્ટેટ યુનિવર્સિટી પર આ હુમલો આતંકવાદી હુમલો છે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી. એન્કાઉન્ટર બાદ સુરક્ષાકર્મીઓએ હુમલાખોરને ઠાર કર્યો હતો.

હુમલાનો વીડિયો આવ્યો સામે:
હુમલા બાદ યુનિવર્સિટીમાંથી એક હૃદયસ્પર્શી વીડિયો સામે આવ્યો છે, જેમાં વિદ્યાર્થીઓ બિલ્ડિંગની બારીમાંથી નીચે કૂદકો મારતા જોવા મળી રહ્યા છે. હુમલાખોરના ડરથી વિદ્યાર્થીઓ આવું કરી રહ્યા છે.

અમે તમને જણાવી દઈએ કે, રશિયાની પર્મ સ્ટેટ યુનિવર્સિટી ખૂબ પ્રખ્યાત યુનિવર્સિટી છે. અહીં વિદ્યાર્થીઓ દૂર -દૂરથી અભ્યાસ માટે આવે છે. પરંતુ અચાનક અહીં ગોળીબારનો અવાજ સંભળાયો. મળતી માહિતી મુજબ, એક અજાણ્યા હુમલાખોરે વિદ્યાર્થીઓ પર ફાયરિંગ શરૂ કર્યું. નોંધપાત્ર બાબત એ છે કે, ભૂતકાળમાં રશિયામાં ઘણા આતંકવાદી હુમલા થયા છે. થોડા વર્ષો પહેલા ચેચન્યામાં ઘણા આતંકવાદી હુમલા થયા હતા. રશિયા પોતાના દેશની આંતરિક સુરક્ષા માટે ખૂબ જ સતર્ક રહે છે.

હુમલાખોરને માર્યા બાદ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આરોપીની ઓળખ માટે પ્રયાસો ચાલુ છે. તે તપાસવામાં આવી રહી છે કે બંદૂકધારી યુનિવર્સિટીનો વિદ્યાર્થી હતો કે આતંકવાદી. અત્યારે કહી પણ કહેવું મુશ્કેલ છે.

હુમલાખોરની ઓળખ તૈમુર બેકમાનસુરોવ તરીકે થઈ છે. જો કે, ફાયરીંગ પાછળનો હેતુ શું હતો, તે હજુ સ્પષ્ટ નથી. વીડિયોમાં જોઈ શકાય છે કે, ફાયરિંગ દરમિયાન વિદ્યાર્થીઓ પોતાનો જીવ બચાવવા માટે પહેલા માળેની બારીઓમાંથી કૂદકો મારતા જોવા મળે છે.

પર્મ યુનિવર્સિટી મોસ્કોથી 1,300 કિલોમીટર દૂર સ્થિત છે. રશિયન તપાસ એજન્સીઓએ ગુનાને ગંભીર ગણાવ્યો છે. હુમલાખોર પર્મ યુનિવર્સિટીનો વિદ્યાર્થી છે. રશિયામાં સામાન્ય રીતે હથિયારો ખરીદવા સહેલા નથી હોતા, પરંતુ જે લોકો શિકારના શોખીન હોય અથવા રમતગમતની પ્રવૃત્તિઓ કરતા હોય તેઓ તેને ખરીદી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *