પુતીને કહ્યું: કોઈ વચ્ચે ના આવતા, આવ્યા તો ક્યારેય નથી જોયા એવા પરિણામ આવશે- યુક્રેને નરેન્દ્ર મોદીને કહ્યું તમે બચાવો

રશિયા-યુક્રેન યુદ્ધ(Russia-Ukraine War): રશિયાએ તેની સંપૂર્ણ સૈન્ય શક્તિ સાથે યુક્રેન પર હુમલો કર્યો છે. બ્રિટન (યુકે) અને અમેરિકા (યુએસ) આ હુમલાના ગંભીર પરિણામોની ચેતવણી આપી રહ્યા છે. પરંતુ હુમલા માટે આંતરરાષ્ટ્રીય નિંદા અને પ્રતિબંધોને અવગણીને, રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતીને અન્ય દેશોને ચેતવણી આપી હતી કે, “રશિયન કાર્યવાહીમાં દખલ કરવા કોઈ વચ્ચે ના આવતા, આવ્યા તો ક્યારેય નથી જોયા એવા પરિણામ આવશે” તેનો અર્થ એ પણ લેવામાં આવી રહ્યો છે કે પુતિન નાટોને સીધી ચેતવણી આપી રહ્યા છે. અને અમેરિકા યુક્રેન પર રશિયન હુમલામાં હસ્તક્ષેપ ન કરે, નહીં તો તેણે પણ ગંભીર પરિણામો ભોગવવા પડશે.

રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે, રશિયન સેના યુક્રેનના મહત્વપૂર્ણ સૈન્ય મથકોને પસંદ કરીને યુક્રેનના લશ્કરી માળખાને નિશાન બનાવી રહી છે. રશિયાના નિશાના પર યુક્રેનનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એર ડિફેન્સ ફેસિલિટી, મિલિટરી એરફિલ્ડ અને મિલિટ્રી એરફિલ્ડને પણ રશિયા પોતાના હથિયાર વડે નિશાન બનાવી રહ્યું છે. ગુરુવારે સવારે પુતિને પૂર્વ યુક્રેનમાં લશ્કરી કાર્યવાહીનો આદેશ આપ્યો હતો. રશિયન સેનાએ ક્રિમિયા થઈને યુક્રેનમાં પ્રવેશ કરવાનું શરૂ કર્યું.

તે જ સમયે, અમેરિકાએ રશિયાના આ આદેશની આકરી ટીકા કરી છે. યુક્રેન પર રશિયાના હુમલા વિશે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું કે આ હુમલો સંપૂર્ણપણે અસંગત અને ઉશ્કેરણી વગરનો છે. બુધવારે જ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ કહ્યું હતું કે રશિયા યુક્રેન પર ગમે ત્યારે હુમલો કરી શકે છે.બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સને ટ્વિટ કર્યું કે, “યુક્રેનમાં ભયાનક ઘટનાક્રમથી આઘાતમાં છું, અને મેં (યુક્રેનના) રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે આગળના પગલાં અંગે ચર્ચા કરી છે.”

જ્યારે યુક્રેને ભારત સહિત વિશ્વના ઘણા દેશોને આ મુશ્કેલ સમયમાં યુક્રેનને સાથ આપવા અને રશિયન રાષ્ટ્રપતિ પુતિનને મનાવવાની અપીલ કરી છે. યુક્રેનના રાષ્ટ્રપતિએ વૈશ્વિક નેતાઓને સંરક્ષણ સહાય પૂરી પાડવા અને રશિયાને યુક્રેનની એરસ્પેસની સુરક્ષામાં મદદ કરવા વિનંતી કરી છે.

લાંબા સમય સુધી તણાવ બાદ રશિયાએ ગુરુવારે સવારે 8:30 વાગ્યે યુક્રેન પર હુમલો કર્યો હતો. અત્યાર સુધીમાં યુક્રેનના 40 સૈનિકો માર્યા ગયા છે. તે જ સમયે, યુક્રેને 50 રશિયન સૈનિકોને માર્યા ગયા અને 6 ફાઇટર જેટ-ટેન્કને નષ્ટ કરવાનો દાવો કર્યો. રશિયા હવે યુક્રેન પર ત્રણ બાજુથી હુમલો કરી રહ્યું છે. તેમની સેના યુક્રેનમાં પ્રવેશી ચૂકી છે. અહીં, યુક્રેનના રાજદૂત નવી દિલ્હીમાં મીડિયાની સામે દેખાયા અને પીએમ નરેન્દ્ર મોદીને મદદ માટે વિનંતી કરી. અમેરિકા અને યુરોપિયન યુનિયન (EU)એ પણ સૈન્ય અને આર્થિક હુમલાની તૈયારી શરૂ કરી દીધી છે. EU પ્રમુખ ઉર્સાલાએ કહ્યું- રશિયાની અર્થવ્યવસ્થા નાશ પામશે.

પુતિનની જાહેરાત અને તાત્કાલિક હુમલો
અગાઉ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રાષ્ટ્રીય ટેલિવિઝન પર હુમલાની જાહેરાત કરી હતી. કહ્યું: જો કોઈ રશિયા અને યુક્રેન વચ્ચે દખલ કરશે તો પરિણામ ખૂબ જ ખરાબ આવશે. તેમનો ઈશારો અમેરિકી અને નાટો દળો તરફ હતો. નિવેદનના પાંચ મિનિટ પછી, યુક્રેનની રાજધાની કિવ સહિત અનેક પ્રાંતોમાં 12 વિસ્ફોટ થયા. કિવ પર મિસાઇલ હુમલો પણ થયો હતો. ત્યાં એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું હતું. આ પગલાને કારણે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોનું રેસ્ક્યુ મિશન પણ અટકાવવું પડ્યું હતું. ડેન્જર ઝોન એલર્ટના કારણે યુક્રેન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ પરત ફરી છે.

ક્યાં અને કેવી રીતે થયો હુમલો 
યુક્રેને કહ્યું: રશિયા, બેલારુસ અને ક્રિમીઆ બોર્ડરથી અમારા પર ત્રણ બાજુથી હુમલો થયો છે. લુહાન્સ્ક, ખાર્કિવ, ચેર્નિવ, સુમી અને જાટોમીર પ્રાંતમાં હુમલાઓ ચાલુ છે. રશિયન ગ્રાઉન્ડ ફોર્સે યુક્રેનમાં પ્રવેશ કર્યો અને ત્યાંના ઘણા ગામો કબજે કર્યા. રશિયન કમાન્ડો પેરાટ્રૂપર્સ યુક્રેનના લશ્કરી સ્થાપનોની નજીક ઉતરીને તેમનો કબજો લઈ રહ્યા છે. યુક્રેનનો દાવો છે કે તેણે 50 રશિયન સૈનિકોને માર્યા છે. તેના 6 ફાઈટર જેટ અને 4 ટેન્ક નષ્ટ થઈ ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *