કોરોના મહામારી વચ્ચે ગરીબ વર્ગ અને જરૂરિયાતમંદ વર્ગને બે ટંકનું પૈસ્ટિક ભોજન પૂરું પાડનાર સાધના બેન સાવલિયા કોરોના વાયરસની મહામારી ના કપરા સમયમાં સુરત શહેર ખાતે માનવતાની જ્યોત પ્રજ્વલિત કરનાર સુરત શહેરના લેઉઆ પાટીદાર સમાજનું ગૌરવ કહી શકાય એવી સુરત શહેરની દીકરી એટલે સાધનાબેન સાવલિયા.
કોરોના મહામારીના આ કપરા સમયમાં સુરત શહેરના તમામ વિસ્તારોમાં પોતાની યુવા ટીમને સાથે રાખીને તમામ ગરીબ વર્ગ અને જરૂરિયાતમંદ વર્ગને બે ટાઈમનું પૌષ્ટીક ભોજન પૂરું પાડનાર સાધના બેન સાવલિયા જાણે કે ઈશ્વરનું, ભગવાનનું કે પછી પરમાત્માનું જ બીજું સ્વરૂપ કહી શકાય.
સાધના બેન સાવલિયા સુરત શહેર ખાતે પોતાના એસ.24 ન્યુઝ ચેનલ નેટવર્કના માલિક છે. પોતાના ન્યુઝ નેટવર્ક અને પોતાને વિશાળ જનસંપર્ક ધરાવતા સાધના બેન સાવલિયા સ્વભાવે મિલનસાર, દયાળુ અને પરોપકારીની સાથે સાથે જબરું વર્ચસ્વ ધરાવે છે, એટલે કે એવું કહી શકાય સાધના બેન સાવલિયા સાથે આપની એક મુલાકાત કાયમી સંભારણું બની જાય છે.
પોતાના મિલનસાર સ્વભાવના કારણે ખૂબ જ મોટા અને વિશાળ મિત્ર વર્તુળ ધરાવતાં અને હંમેશા સમાજ સેવા, સમાજ કલ્યાણ અને પરોપકારના દરેક કાર્યોમાં પોતાનું સઘળું કામ છોડીને આ પ્રકારનાં તમામ કાર્યોમાં હંમેશા પ્રવૃત્તિમય રહેનાર સાધના બેન સાવલિયા વિશે જેટલા શબ્દો લખીએ એટલા ઓછા પડે છે.
સાધના બેન સાવલિયા સ્કૂલ કાળ દરમ્યાન જ સેવાકીય પ્રવૃત્તિ અને ઉચ્ચ શિક્ષણ મેળવવું, જેના પ્રત્યે ખૂબ જ ઘગશથી, મહેનતથી અને લાગણીથી આગળ વધનાર સાધના બેન આજે ઉચ્ચ શિક્ષણ પણ ધરાવે છે સાધના બેન સાવલિયાને ઈશ્વર પરમ કૃપાળું પરમાત્મા આવા સત્કાર્યો કરવાનું હંમેશા પ્રેરકબળ પૂરું પાડે એવી ઈશ્વર પરમ કૃપાળું પરમાત્મા પાસે પ્રાર્થના.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news