કોરોના મહામારીમાં ધંધા રોજગાર બંધ થઈ જતા કોન્ટ્રાક્ટરો અને ઉદ્યોગોના માલિકોને સરકારે આદેશ કરીને કર્મચારીને પગાર ચૂકવવાની સૂચના આપી હતી. સુરત જિલ્લા ભાજપ કાર્યાલય ના ચાર કર્મચારીઓ અને બે રોજદારોને પગાર ચૂકવાયો નથી. લોકડાઉન માં ઘર-પરિવારની જવાબદારી પૂરી કરવી મુશ્કેલ હોય છે. પગાર નહીં મળતાં કર્મચારીઓ કાર્યાલયોને તાળા મારીને ઘરે જતા રહ્યા હતા. અને આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.
જિલ્લા ભાજપના હોદ્દેદારો હોવા છતાં કાર્યાલયના મંત્રી અને ઓપરેટર મળી કુલ છ જણાને પગાર ચૂકવવામાં આવ્યો નથી. સોશિયલ મીડિયામાં કાર્યાલયને શાળા માર્યો હોવાનો વિડીયો વાયરલ થતાં જિલ્લા ભાજપના આગેવાનો બારડોલી દોડી ગયા હતા.
વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર કર્મચારીઓ પાસે લોકડાઉનમાં કામગીરી કરાવી હતી અને તેનો પગાર ચૂકવાયો ન હતો. બીજી તરફ તેમને ઘર પરિવાર માટે કોઇ રાહતની સામગ્રી પણ જિલ્લા ભાજપ કાર્યાલય દ્વારા આપવામાં આવી ન હતી. કાર્યાલય મંત્રી અંબાલાલ પટેલ, સંગીતા ગામીત, સંજય ચૌહાણ, જીગર પટેલ તથા અન્ય બે મહિલા સફાઈ કર્મચારીઓ પાસે કામ કરાવી તેમને પગારની ચુકવણી નહોતી કરી. એટલે એક જણાએ કર્યાલયનું લેપટોપ લઈને ઘરે જતો રહ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news