ભારતીય રેસ્ટોરન્ટે અંતરિક્ષમાં મોકલ્યા સમોસા પણ આગલાં જ દિવસે થયું એવું કે… જુઓ વિડીયો

Published on: 1:18 pm, Wed, 13 January 21

સોશિયલ મીડિયા પર અવારનવાર અજીબોગરીબ જાણકારીઓ સામે આવતી હ્યો હે ત્યારે હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી રહી છે. બ્રિટનમાં એક ભારતીય રેસ્ટોરન્ટે સફળતાપૂર્વક સમોસાને અવકાશમાં મોકલ્યા હતાં પણ તે સમોસા અંતરિક્ષમાં પહોંચતા પહેલા ફ્રાન્સમાં ક્રેશ થઈ ગયું હતું. બાથ શહેરની શ્રેષ્ઠ રેસ્ટોરન્ટ્સમાંની એક, ચાયવાલા આખરે 3 પ્રયા કર્યાં બાદ સમોસા મોકલવાના તેના અંતરિક્ષ મિશનને પૂર્ણ કરવામાં સફળ રહી હતી.

સમોસાને અવકાશમાં મોકલવાનો વિચાર લઈને આવ્યા :
ચાયવાલા રેસ્ટોરન્ટના માલિક નીરજભાઈ જણાવે છે કે, તે ખુશી ફેલાવવા માંગે છે, તેથી સમોસાને અવકાશમાં મોકલવાનો વિચાર લઈને તેઓ આવ્યા હ્ત્સ. સોમરસેટ લાઇવને જણાવ્યું હતું કે, એકવખત મજાકમાં કહ્યું હતું કે, હું સમોસાને અવકાશમાં મોકલીશ. ત્યારપછી મેં વિચાર કર્યો કે, આ ધુમ્મસયુક્ત સમય વખતે આપણા બધા માટે હસવાનું આ એક કારણ હોઈ શકે છે.

ફુગ્ગાઓ તેમના હાથમાંથી સરકી ગયા :
રેસ્ટોરન્ટના માલિકે પ્રિય નાસ્તાને અવકાશમાં લોંચ કરવા માટે હિલીયમ ફુગ્ગાઓનો ઉપયોગ કર્યો હતો. તેને પહોંચાડવા માટે 3 પ્રયાસ કર્યાં હતાં. સૌપ્રથમ વાર, હિલીયમ ફુગ્ગાઓ તેમના હાથમાંથી સરકી ગયા હતાં. તેમણે જણાવ્યું હતું કે, બીજી વાર અમારી પાસે પૂરતું હિલિયમ ન હતું પણ અમે ત્રીજી વખત ત્યાં પહોંચી ગયા હતાં.

અંતરિક્ષમાં લોન્ચ કરતા દેખાયા :
YouTube પર શેર કરવામાં આવેલ આ વિડિયોમાં મિસ્ટર ગધેર તેમજ એમનાં મિત્રો સમોસાને ગોપ્રો કેમેરા તથા GPS ટ્રેકરથી રચાયેલ બલૂનની સાથે જોડ્યા બાદ અંતરિક્ષમાં લોન્ચ કરતા જોવા મળ્યા હતા. ગ્રુપ દ્વારા સમોસાને લોન્ચ કરીને જોયું કે, તે વાયુમંડળમાં ખૂબ ઉંચાઇએ ગયો છે. બલૂન આકાશમાં ઉપર જતું રહ્યુ હતું. જો કે, બીજા દિવસે તે પાછો આવ્યું અને ફ્રાન્સમાં સમોસા પડી ગયા.

એક મેદાનમાંથી સમોસા મળ્યા :
ત્યારપછી, આ ગ્રુપ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર આ વિસ્તારના લોકોને સંદેશ મોકલવાનું શરૂ કર્યું હતું કે, શું કોઈ નાસ્તાનો શિકાર કરવા માટે તૈયાર છે કે નહીં. ત્યારપછી, એક્સેલ મેથોન નામના ઇન્સ્ટાગ્રામ યુઝરે તેની વિનંતી સ્વીકારીને પિકાર્ડીના એક મેદાનમાં સમોસા મળી આવ્યા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle