હાલ ચાલી રહેલી કોરોના મહામારી વચ્ચે હજારો કોરોના સંક્રમિત દર્દીઓ ભોગવી રહેલ તકલીફ દૂર કરવા અને ખાનગી આઈસોલેશન સેન્ટર દ્વારા કરવામાં આવતી પોતાની મનમાની બંધ કરાવવા અંગે સુરતનો એક જાગૃત નાગરિક સંજય ઇઝાવા તમામ અધિકારીશ્રીઓને એક પત્ર દ્વારા વિનંતી કરે છે કે, આ કોવીડ-19 મહામારીના સમયમાં સરકાર દવાખાનાઓમાં ભરતી કરેલ હજારો કોવીડ-૧૯ દર્દીઓ ભોગવી રહેલ તકલીફ દૂર કરવા તથા ખાનગી દવાખાનાઓ તથા ખાનગી અઈસોલેશન સેન્ટર દ્વારા કરી રહેલ પોતાની મનમાની બંધ કરાવી સરકારશ્રીના નિયંત્રણ હેઠળ લાવવા તથા નીચે મુજબની તકલીફો દૂર કરવા યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી છે.
૧) કોવીડ -19 મહામારીના સમયમાં હાલ સુરત સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં જાતે આવનાર અને 108 ઇમરજન્સી સેવાથી આવનાર દર્દીઓને પણ લેવામાં આવતા નથી. સુરત સિવિલ અને સ્મીમેર હોસ્પિટલનો મેઇન ગેટ બંધ કરી દેવામાં આવેલ છે. સુરત શહેર તથા આજુબાજુના વિસ્તારમાં રહેતા મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના દર્દીઓ માટે કોવીડ -19 સારવાર માટે સરકારી દવાખાના સિવાય કોઈ વિકલ્પ નથી. આવા સમયમાં અપૂરતી સુવિધાઓ પૂરી પાડવાને બદલે આ રીતે સરકારી દવાખાનાનો મેઈન ગેટ બંધ રાખીને દર્દીઓ જોડે કરી રહેલ અન્યાય બંધારણ ભારતના દરેક નાગરિકને આપવામાં આવેલ સમાનતાનો અધિકાર તથા આરોગ્યની કાળજી રાખવા માટે સરકારના કર્તવ્યનો ભંગ છે. આ અન્યાય તાત્કાલિક બંધ કરીને તમામ દર્દીઓને સરકારી દવાખાનામાં દાખલ થઇ શકે તેમ બંદોબસ્ત કરવા મારી વિનંતી છે.
૨) ગુજરાતની તમામ સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન પૂરું પાડવાનું કામ સરકારશ્રીનું હોવા છતાં સુરત સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં છેલ્લા ઘણા દિવસથી સતત ઓક્સિજની અછત થઇ રહી છે. ઘણા દર્દીઓ ઓક્સિજનના અભાવે મૃત્યુ પણ પામ્યા છે. સુરતમાં ઓક્સિજનની અછતથી સુરત સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવાનું બંધ કર્યું તો પણ સુરત હજીરાના ખાનગી ઓક્સિજન પ્લાન્ટમાંથી ઓક્સિજન અન્ય રાજયમાં મોકલવામાં આવે છે તે અંગે તંત્ર દ્વારા યોગ્ય ઘટતી કાર્યવાહી કરીને સુરત જિલ્લાને પુરતા પ્રમાણે ઓક્સિજન પૂરું પાડવા યોગ્ય કાર્યવાહી કરવા મારી વિનંતી છે.
૩) કોવીડ -19ના દર્દીઓ માટે મહત્વનું સાબિત થયેલ ઇન્જેક્શન રેમડેસીવીર 100 mgની અછતના કારણે સુરતમાં પણ ઘણા લોકો મૃત્યુ પામ્યા છે. પણ આ દવાઓનો કોઈ પણ સરકારી દવાખાને મળવાની જગ્યાએ ખાનગી દવાખાનામાં હજારોની સંખ્યામાં સ્ટોક છે. અને ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ 5000થી વધારે રેમડેસીવીર 100 mg ઇન્જેક્શન વેચવામાં આવી. સાધારણ નાગરીકો 48 થી 72 કલાક લાઈનમાં ઉભા રહ્યા છતાં પણ ફક્ત એક એક જ મળેલ છે. રેમડેસીવીર 100 mgની દવા મફતમાં સરકાર દ્વારા દર્દીઓને આપવાના બદલે રૂ.1000/- થી 1500/- જેટલી રકમ ગેર કાયદેસર રીતે ઉઘરાવી રહ્યા છે. જેની કોઈ પાક્કી રસીદ પણ આપવામાં આવતી નથી. મૂળ કીમત કરતા પણ દસ ઘણી વધારે કિંમત કાળા બજારમાં ચૂકવવી પડે છે. આવા સંજોગોમાં કોવીડ-19 દર્દીઓ માટેની તમામ દવાઓ દરેક દર્દી સુધી પહોચે એની વ્યવસ્થા કરવાની જવાબદારી તંત્રની હોય છે. જે અંગે કાર્યવાહી કરવા મારી વિનંતી છે.
૪) સુરતમાં હાલમાં મોટાપાયે નકલી રેમડેસીવીર ઇન્જેક્શન 100 mg બનાવી વેચવાનું કૌભાંડ પકડી પાડવામાં આવેલ છે. પ્રાપ્ત માહિતી મુજબ અંદાજે 5000થી વધારે નકલી રેમડેસીવીર ઇન્જેક્શન 100 mg બનાવી લોકોને વેચવામાં આવેલ છે. આ અંગે સુરતની જનતાના સ્વાસ્થ્ય જોડે ચેડા કરનાર સામે કાયદેસર કડકમાં કડક કાર્યવાહી કરવા મારી વિનંતી છે.
૫) કોવીડ-19ની સારવારના નામે ખાનગી દવાખાનાઓ લાખોના બીલ બનાવી દર્દી પાસેથી રકમ વસુલ કરવાનો સિલસિલો હજુ ચાલુ છે. પ્રાપ્ત માહિતી મુજબ સારવાર દરમિયાન દર્દીની મૃત્યુ થાય તો પણ પૂરે પુરી રકમ દવાખાનામાં જમા નહી કરે ત્યાં સુધી મૃતદેહ પણ પરીવાર જનોને આપવામાં આવતા નથી. આ અંગે સામાન્ય માણસ પણ ખાનગી દવાખાનાની સારવાર લઇ શકે તે હેતુ, આખા ગુજરાતમાં કોવીડ-19 અંગે સારવાર માટેનો ચાર્જ એકસરખો નક્કી કરવો ખૂબ જ જરૂરી છે. જે અંગે ઘટતી કાર્યવાહી કરવા મારી વિનંતી છે.
૬) હોટલો, ખાનગી હોલ અને અન્ય જગ્યા ઉપર બનાવવામાં આવેલ ખાનગી અઈસોલેશન સેન્ટર દ્વારા કોવીડ-19 દર્દીઓને મોનીટરીંગ કરવા માટે દર્દીઓ પાસેથી વસુલી રહેલ વધુ પડતો ચાર્જ એક દિવસના રૂ.15000/- થી શરુ થઈને કોઈ લીમીટ વગરની રકમ પણ ઉઘરાવી રહ્યા છે. આવા કપરા સમયમાં કોવીડ-19 દર્દીઓ પોતાનો જીવ બચાવવા માટે પોતાની કીમતી વસ્તુઓ વેચીને પણ આવા બીલોની ચુકવણી કરતા હોય છે. આ પ્રકારના અઈસોલેશન સેન્ટર પર ચાર્જીસ અંગે નિયંત્રણ લાવવું ખુબ જરૂરી છે. નહીતર આવનાર સમયમાં સારવાર મેળવવી અઘરી થશે અને દર્દીઓનો મૃત્યુ આંક ખુબ મોટાપાયે વધવાની શકયતા છે. સરકારના માપદંડ મુજબ આવા અઈસોલેશન સેન્ટરનો ચાર્જ પણ નિયંત્રિત કરી જનતાને રાહત આપાવવા મારી વિનંતી છે.
સંજય ઇઝાવા એ આશા વ્યક્ત કરી છે કે, સુરતના સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોને પડેલ તકલીફ દૂર કરવા માટે ઉપરના તમામ અધિકારીઓ યોગ્ય કાર્યવાહી કરશે. એક જાગૃત નાગરિક તરીકે સંજય ઇઝાવાએ વિનંતી કરી છે કે તમામ મુદ્દાઓ ખુબ ગંભીર હોવાથી તાત્કાલિક ધોરણે આ અંગે યોગ્ય કાર્યવાહી કરીને દિન ૭ માં તેમને પણ જાણ કરવા વિનંતી છે. અન્યથા લોકોની સમસ્યાનો કોઈ ઉકેલ નહી લાવવા બદલ તેઓ હાઇકોર્ટના દ્વાર ખટાવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.