હરિયાણા ના લાખો લોકોના દિલોની ધડકન અને મશહૂર ડાન્સર સપના ચૌધરી આખરે રાજકારણમાં પ્રવેશી ચૂકી છે. સપના ચૌધરી પ્રખ્યાત ટીવી રિયાલિટી શો બિગ બોસની પ્રતિયોગી રહી ચૂકી છે. બિગ બોસ માં આવ્યા બાદ સપના ચૌધરી ની લોકપ્રિયતા ઘણી વધી ગઈ હતી. મીડિયા રિપોર્ટ અનુસાર સપના લાંબા સમયથી કોંગ્રેસના સંપર્કમાં હતી. સપનાએ ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ સંગઠન મંત્રી નરેન્દ્ર રાઠી ની ઉપસ્થિતિમાં દિલ્હીમાં ઉત્તર પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રદેશ સંગઠન મંત્રી નરેન્દ્ર રાઠી ની ઉપસ્થિતિમાં દિલ્હી કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસનું સભ્ય પદ ગ્રહણ કર્યું.
મીડિયા રિપોર્ટ અનુસાર સપના ચૌધરી ને ઉત્તરપ્રદેશની કોઈ સીટ પર લોકસભાની ચૂંટણી લડવામાં આવી શકે છે. પહેલા એવી વાત આવી રહી હતી કે સપના ચૌધરી ને મથુરા સીટ પર ભાજપના હેમા માલીની સામે મેદાનમાં ઉતારી શકે છે પરંતુ કોંગ્રેસ દ્વારા નાની ઉમેદવારને મથુરા બેઠક ની ટિકિટ આપવામાં આવી છે. હાલમાં સપના ચૌધરી કાર્યકર્તા તરીકે કોંગ્રેસમાં જોડાઇ છે, તેવું નિવેદન તેણે કોંગ્રેસ જોઈન કરતી વખતે આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે સપના ચૌધરી હરિયાણા ની સાથે સાથે અન્ય રાજ્યોમાં પણ સારી એવી લોકપ્રિયતા ધરાવે છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો તેના ખાસ સમર્થકો છે. તેઓ પોતાના સ્ટેજ શો ને અલગ-અલગ રાજ્યોમાં રજૂ કરી ચૂકી છે અને લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી ચૂકી છે. સપના ચૌધરી ની જીંદગી સંઘર્ષ ભરેલી રહી છે. સપના ચૌધરી ખૂબ જ નાની ઉંમરમાં ઓરકેસ્ટ્રા પાર્ટી જોઈન્ટ કરી લીધી હતી અને ધીરે-ધીરે તેનું કેરિયર બનાવ્યું હતું. સપના માત્ર 12 વર્ષની હતી ત્યારે જ તેના પિતા નો અવસાન થયું હતું શરૂઆતમાં એક ગીત ગાવાના તેને માત્ર 3100 રૂપિયા મળતા હતા અને આ કમાણીમાંથી જ તેનું ઘર ચાલતું હતું.
સપના ચૌધરી એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં પગપેસારો કર્યો, ત્યારબાદ પાછળ ફરીને જોયું નથી. સપના ચૌધરી કે બિગ બોસ ૧૧ માં ભાગ લીધો હતો અને આ રિયાલિટી શો ને કારણે જ તેને ખૂબ લોકપ્રિયતા અને મોટો ફેન વર્ગ મળ્યો. ત્યારબાદ સપના ચૌધરી ભોજપુરી ફિલ્મો અને પંજાબની ફિલ્મોમાં પણ પોતાનું નસીબ અજમાવી ચૂકી છે અને હવે પોતાનું રાજનૈતિક કેરિયર શરૂ કરવા માટે તેણે કોંગ્રેસ મા પ્રવેશ લઈ લીધો છે.