આ વર્ષે સપના ચૌધરી ના કેટલાક ફોટા પ્રિયંકા ગાંધી સાથે વાયરલ થયા હતા. ત્યારબાદ સપના ચૌધરીના કોંગ્રેસમાં જવાની અટકળો તેજ થઇ ગઈ હતી. જોકે તેમણે આ વાત ઉપર સાફ ઇનકાર કરી દીધો હતો.
દિલ્હી બીજેપી સદસ્યતા અભિયાન માં રવિવારે પ્રખ્યાત ડાન્સર સપના ચૌધરી પ્રથમ સભ્યપદ મેળવશે. જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં દિલ્હી બીજેપીના સત્તા અભિયાન કાર્યક્રમ માં શિવરાજ સિંહ ચૌહાણ, બીજેપી મહાસચિવ રામલાલ અને મનોજ તિવારી ની હાજરીમાં સપના ચૌધરી બીજેપીમાં સામેલ થશે બીજેપી હવે આખા દેશમાં સદસ્યતા અભિયાન ચલાવી રહી છે અને લોકોને પાર્ટી સાથે જોડી રહી છે .
સપના ચૌધરી નું બીજેપીમાં સામેલ થવાની વાત પાકી થઈ ગઈ જ્યારે દિલ્હીમાં ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે ઉત્તર-પૂર્વ દિલ્હીથી બીજેપી સભ્ય મનો તિવારીએ સપના ચૌધરી અને ભોજપુરી ગાયક કેસરી લાલ સાથે પોતાના ક્ષેત્રમાં એક વિશાલ રોડ શો કર્યો હતો.સપના ચૌધરી અને ભોજપુરી સીતારામ કેસરી લાલ ને જોઈને ઘણા લોકો પોતાના ઘરની અગાસી અને બાલ્કનીમાં ઉભા જોવા મળ્યા હતા.મનોજ તિવારી નો મુકાબલો દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા શીલા દીક્ષિત અને આમ આદમી પાર્ટીના દિલીપ પાંડે સાથે હતો. બાર મહિના ના દિવસે થયેલી ચૂંટણીમાં મનોજ તિવારીએ જીત મેળવી હતી.
આ વર્ષે માર્ચ મહિનામાં સપનાચૌધરી કેટલીક તસવીરો પ્રિયંકા ગાંધી સાથે વાયરલ થઈ હતી. ત્યારબાદ સપના ચૌધરીના કોંગ્રેસમાં જવાની અટકળો વધી ગઈ હતી . જોકે તેઓએ આ વાતથી ઇનકાર કરી દીધો હતો.સપના ચૌધરી એ જણાવ્યું હતું કે તેઓ કલાકાર છે જેથી ચૂંટણીમાં ઊભા રહેવું તેમને એવો કોઈ રસ નથી. પ્રિયંકા ગાંધી સાથે નો ફોટો વિશે સપનાએ કહ્યું કે હું પ્રિયંકા તને મળી હતી પરંતુ આ તસવીર જૂની છે સપના ચૌધરી કે તે પણ કહ્યું કે તેઓ મનોજ તિવારી ના સંપર્કમાં છે .
બીજેપી આખા દેશમાં સદસ્યતા અભિયાન ચલાવી રહી છે. જેની શરૂઆત જુલાઈ એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંસદીય ક્ષેત્ર કશીથી કરી હતી .તેમણે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વૃક્ષારોપણ કરી દેશના લોકોને અભિયાન સાથે જોડાવાનું આહવાન કર્યું હતું.
બીજેપીનું સદસ્યતા અભિયાન 10 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. 6 જુલાઈ એ બીજેપીના સ્થાપક શ્યામાપ્રસાદ મુખર્જીની જયંતિ છે. એટલા માટે તે દિવસથી આ ધ્યાનની શરૂઆત કરવામાં આવી હતી. બીજેપી નો દાવો છે કે હાલના સમયમાં તેઓના અગિયાર કરોડ સભ્યો છે.દિલ્હીમાં પાર્ટી મુખ્યાલયમાં શુક્રવારે મીડિયા સાથે વાતચીતમાં મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને પાર્ટી ઉપાધ્યક્ષ શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે લોકસભા ચૂંટણીમાં વધારે સીટ જીતની બાદ ભાજપી તે ક્ષેત્રમાં પોતાનું આભાર ફેલાવાની તૈયારી કરી રહી છે જ્યાં પાર્ટી હજી નબળી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.