સારા અલી ખાને જરૂરિયાતમંદો માટે કરી એવી મદદ કે… સોશિયલ મીડિયામાં થઇ રહ્યો છે વાહવાહીનો વરસાદ

મનોરંજન(Entertainment): સારા અલી ખાને(Sara Ali Khan) ટૂંકા સમયની અંદર બોલિવૂડ(Bollywood)માં પોતાની સિધ્ધિઓને પ્રાપ્ત કરી છે. આજે તે ડીમાન્ડ અભિનેત્રીઓમાંની એક છે. સારા અલી ખાન ફિલ્મો અને એડ ફિલ્મ શૂટિંગ વચ્ચે પણ ચાહકો મળવા માટેનો સમય કાઢી લે છે. સારા અલી ખાન સોશિયલ મીડિયા(Social media) પર નવી પોસ્ટ્સ શેર કરીને ચાહકો સાથે જોડાયેલી રહે છે. હવે અભિનેત્રીની કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેના કારણે તેની ખૂબ પ્રશંસા થઈ રહી છે. સારા અલી ખાન તસવીરો અને વિડીયોમાં ગરીબોને બિસ્કિટ વહેંચતી જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

સારા અલી ખાન સાથે તેનો ભાઈ ઈબ્રાહિમ અલી ખાન અને માતા અમૃતા સિંહ પણ આ દરમિયાન હાજર હતા. ખરેખર, સારા તેના પરિવાર સાથે બાંદ્રામાં એક રેસ્ટોરન્ટમાં પહોંચી હતી. આ દરમિયાન તેને જોતા લોકોનું ટોળું એકઠું થઈ ગયું. આ દરમિયાન, કેટલાક ગરીબ લોકોએ તેની પાસેથી મદદની અપેક્ષા રાખી અને અભિનેત્રીએ પણ કોઈને નિરાશ કર્યા નહીં. તે ઝડપથી કાર તરફ આગળ વધ્ય અને તેમાંથી બિસ્કિટ લઈને લોકોમાં વહેચ્યા. તેમજ જરૂરિયાતમંદોને કેટલાક પૈસા પણ આપ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by deluxeBollywood (@deluxebollywood__)

સારા અલી ખાનની આ અંગે મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે. ચાહકોની સાથે અન્ય સેલિબ્રિટી પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો સારા અલી ખાને વર્ષ 2018 માં ફિલ્મ કેદારનાથથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો અને આ ફિલ્મમાં તેની સાથે દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મુખ્ય ભૂમિકામાં હતા. આ પછી, તે ‘લવ આજ કલ’ અને સિમ્બા જેવી ફિલ્મોમાં જોવા મળી છે. તે ટૂંક સમયમાં અક્ષય કુમાર અને ધનુષ સાથે ‘અતરંગી’માં જોવા મળશે. સારા છેલ્લે કુલી નંબર 1 માં વરુણ ધવનની સામે જોવા મળી હતી અને ચાહકો તેની આગામી ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *