જય સરદાર સાથે સુરતથી વંદન ભાદાણીના વંદન!
હાલમાં જ અમદાવાદ ખાતે પાટીદાર(Patidar) વિદ્યાર્થીઓ માટે સરદારધામનું (Sardardham) લોકાર્પણ દેશના બંધારણીય વડાના હસ્તે થયું. જેનો ઉચિત લાભ લેવા અનેક પાટીદાર વિદ્યાર્થીઓએ અરજી કરી છે. કેટલાય લાયક વિદ્યાર્થીઓ આ અંગે પસંદગી પામ્યા છે. પરંતુ કેટલાય એવા વિદ્યાર્થીઓ એવા પણ હશે જેમને અમુક માર્ક્સને કારણે પ્રવેશ નહિ મળી શક્યો હોય. જે ભવિષ્યમાં કદાચ સફળ થશે.
સરદારધામમાંથી મોટી સંખ્યામાં હોશિયાર વિદ્યાર્થીઓ તંત્રમાં નોકરી મેળવે એ માટે શુભકામનાઓ, અને સમાજને પણ લાભ થાય તેવી શુભકામનાઓ. પરંતુ દરેક સારા કામની પાછળ પ્રશ્નાર્થ તો હોય જ છે. હું પણ આપની માફક જાહેર જીવનમાં છું. કેટલીય જગ્યાએથી એવા ફોન આવ્યા છે કે સરદારધામમાં એડમીશન ટ્રસ્ટીશ્રીની ભલામણ કરાવવાની છે. જે એક સામાજિક સંસ્થામાં સ્વાભાવિક છે. સરદારધામની સ્થાપના પહેલાથી પ્રમુખ સેવક ગગજી ભાઈ કહેતા આવ્યા છે આપડે સમાજને ઉપર લઈ જવો છે. મેરીટના આધારે જ એડમીશન મળશે. જે સાંભળીને પાટીદાર ભામાશા સમાન આપ સૌ ટ્રસ્ટીશ્રીઓએ દાનનો ધોધ વહાવ્યો. જેને લઈને આપ ટ્રસ્ટીઓની એકાદ બે ભલામણ થાય એ સ્વાભાવિક છે.
પરંતુ હવે સવાલ એ ખડા થાય છે કે, આ સંસ્થામાં મેરીટ મેળવનારાનાએ એડમીશન નથી મળ્યું રહ્યું કારણકે તેઓની ટ્રસ્ટી સાથે ઓળખાણ નથી. અથવા અમુક ભોળા ટ્રસ્ટીઓને ઉલ્લુ બનાવી દેવાય છે કે સંસ્થા હાઉસફુલ થઇ ગઈ છે. આવા ટ્રસ્ટીશ્રીઓ પણ સમાજ માં છે જેમને આવો જવાબ મળ્યો છે. સમાજ અને શ્રેષ્ઠીઓને અંધારામાં રાખીને એવો કયો અંગત સ્વાર્થ છે કે એક બિનપાટીદાર ધારાસભ્ય કક્ષાના નેતાના પુત્રને એડમીશન આપી દેવાય. આવા વર્તનને કારણે ગરીબ અને મધ્યમ વર્ગનો પાટીદાર સમાજ પોતાના વિદ્યાર્થીઓને કેવી રીતે એડમીશન મળવાની આશા રાખી શકે?
આ ઘટના અસામાન્ય છે અને અક્ષમ્ય છે. આ કોઈ ભૂલમાં થયેલી ભૂલ નથી. જો આવું જ ચાલવવાનું હોય તો આ સંસ્થા પર પાટીદારો કેવી રીતે ભરોસો કરશે? ઓળખાણ થી એડમીશન મેળવીને અધિકારી બનશે એ યુવાનો કેવી રીતે પ્રમાણિક રહેશે? ઓળખાણ અને ભલામણો જ ચાલવાની હોય તો આ સંસ્થાને સરકારી સંસ્થા જાહેર કરી દેવી જોઈએ અને નામ બદલી નાખવું જોઈએ. કદાચ સરદાર સાહેબ જીવતા હોત તો આ ગુસ્તાખી કરનારને તમાચો મારી દીધો હોત.