ભારત દેશમાં પહેલા છોકરીઓને રસોડાની બહાર નહોતા નીકળવા દેતા અને અત્યારે છોકરીઓ દેશનું નામ રોશન કરી રહી છે. ‘સરિતા ગાયકવાડ’ એક એવુ નામ જે એશિયન ગેમ્સ બાદ ઘરે ઘરે જાણીતુ થયુ હતું. દેશને મેડલ અપાવનાર ભારતની આ દીકરીને હાલના સમયે પીડા ભોગવવી પડી રહી છે. તેનુ વતન ડાંગ જીલ્લામાં છે અને સરિતાના ગામનું નામ કરાડી આંબા છે.
2018ની એશિયન ગેમ્સમાં 400 મીટર દોડમાં દેશને ગોલ્ડ મેડલ અપાવનાર ગુજરાતની સરિતા ગાયકવાડને પાણી માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. સરિતા ગાયકવાડને પાણી માટે ચાલીને ૧ કિ.મીથી વધારે ચાલીને જવું પડી રહ્યું છે. સરિતા ગાયકવાડ ડાંગના આહવામાં રહે છે.
મીડયા સાથેની વાતચિતમાં સરિતા ગાયકવાડે જણાવ્યું હતું કે, ડાંગમાં ઘણા વિસ્તાર એવા છે કે જ્યાં પાણીની પુરતી વ્યવસ્થા નથી. હું પણ ઘરમાં પાણી ભરવા માટે 1 કિલોમીટરથી વધારે ચાલીને બેડા ભરીને કુવામાંથી પાણી લઇને આવું છું. સરિતા ગાયકવાડના પિતા લક્ષ્મણ ગાયકવાડે જણાવ્યું હતું કે, ડેમ અહીંથી ઘણો દૂર છે, નામ પુરતો બનાવી દે છે અને અધિકારીઓ પણ જોવા માટે આવતા નથી અને કોઈ ધ્યાન આપતું નથી. થોડાક દૂર ચેકડેમનું કામ ચાલી રહ્યું છે પરંતુ ત્યાં પણ માટીનું પુરણ કરવામાં આવી રહ્યું છે જેથી પાણી ભરાઈ તેવી શક્યતા રહેલી નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ડાંગ અને આજુબાજુના વિસ્તારોમાં ઉનાળામાં પાણીની અછત સમસ્યા સર્જાતી હોય છે જેના કારણે ત્યાંના સ્થાનિક રહેવાસીઓ, આદિવાસીઓને પાણીની અછત વર્તાઈ જાય છે અને પાણી ભરવા માટે દૂર દૂર સુધી વલખા મારવા પડતા હોય છે.
જાણો કોણ છે સરિતા ગાયકવાડ
સરિતા ગાયકવાડ એશિયન ગેમ્સ-૨૦૧૮માં ભારત માટે ૪ × ૪૦૦ મીટર રીલેદોડમાં સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. તેણીએ ગુજરાત સરકારના “બેટી બચાવો અભિયાન”ની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. ઓસ્ટ્રેલિયા ખાતે ૨૦૧૮ કોમનવેલ્થ ગેમ્સ ખાતે સરિતા ગાયકવાડને ૪ × ૪૦૦ મીટર રિલેદોડની ભારતીય મહિલા ટીમ માટે સરિતા ગાયકવાડની પસંદગી કરવામાં આવી હતી છે. તેણી આ સાથે પ્રથમવાર ગુજરાત રાજ્યમાંથી કોમનવેલ્થ ગેમ્સ માટે પસંદગી પ્રાપ્ત કરનાર ટ્રેક અને ફિલ્ડ પ્રથમ ખેલાડી બની હતી.
દેશ માટે આટલી મહેનત કરી સમગ્ર વિશ્વમાં ભારત દેશનું નામ ઊંચું કરનાર સરિતા ગાયકવાડને કિલોમીટર દુર દુર પાણી ભરવા જવું પડી રહ્યું છે આ સમાચાર વાયુવેગે પ્રસરતા સરકારે સરિતા ગાયકવાડના ઘરે નળની વ્યવસ્થા કરી આપી હતી. આવું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news