પોલીસ લોકોની સુરક્ષા માટે હોય છે. પરંતુ અનેક વાર એવું જોવા મળ્યું છે કે, ખાખી ડ્રેસનાં પાવરમાં વ્યક્તિ પોતાની મન મરજી રીતે વર્તે છે. તેમજ તેઓ ખોટી રીતે દાદાગીરી પણ કરે છે. આવો જ એક બનાવ રાજકોટ જીલ્લામાંથી બહાર આવ્યો છે. એ બનાવમાં એક મહિલા PSIએ બસ કન્ડક્ટરની સાથે ઝઘડો કરી મારામારી કરવાનું ચાલુ કર્યું હતું. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે.
રાજકોટ જીલ્લાનાં જૂનાં બસ સ્ટેશન નજીકનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં રાજકોટ શહેરનાં મહિલા પોલીસ અધિકારીની દાદાગીરી બહાર આવી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલાં વીડિયો સાથેનાં મેસેજ મુજબ રાજકોટ-જૂનાગઢ બસનાં મહિલા કન્ડક્ટર તેમજ મહિલા પોલીસ અધિકારી PSI ડોડિયા ગાડી દૂર લેવા બાબતે બોલચાલ કરી રહ્યા છે. આ બોલચાલએ ઉગ્ર સ્વરૂપ લઈ લેતા મહિલા પોલીસ તેમજ મહિલા કન્ડક્ટરની વચ્ચે ઝપાઝપી પણ થઈ ગઈ હતી.
ત્યારે ત્યાં બીજા કર્મચારીએ આખા બનાવનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો હતો. આખા બનાવે DCP કક્ષાનાં અધિકારીઓ સુધી પહોંચતા તરત તપાસનાં આદેશ આપવામાં આવ્યા છે. હાલ જોવાનું એ છે કે,પોલીસનાં આ મામલે સમધાન થાય છે કે, પોલીસને કાયદેસરની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. કોઈ પણ કલમ હેઠળ પોલીસ વિરુદ્ધ ગુનો નોંધાશે કે નહીં એ પણ બાબતે ચર્ચામાં છે. અમુક માસ અગાઉ અમદાવાદ શહેરમાંથી આ પ્રકારનો જ એક વીડિયો બહાર આવ્યો હતો. જેમાં પોલીસ ખાખીનાં પાવર અંતર્ગત વ્યક્તિ શાકભાજીની લારીવાળા સાથે ખોટી રીતે વર્તી રહ્યો છે.
છેલ્લા અમુક દિવસથી રાજકોટ શહેર પોલીસનું નામ એક કે બીજી રીતે ચર્ચામાં રહ્યું છે. સ્પાની આડમાં ચાલતા પૈસા ખંખેરવાનાં ધંધાની પાછળ મુખ્ય વ્યક્તિ તરીકે પણ રાજકોટ શહેરની ASI તૃષા બુહાનું નામ બહાર હતું. જેઓ પહેલા મહિલા સુરક્ષા સમિતીનાં સભ્ય રહયા હતા. એ પૈસા ખંખેરવાનાં કેસમાં ગ્રામ રક્ષક દળનાં 2 યુવાનો પણ પોતાને પોલીસનાં ઉચ્ચ અધિકારી ગણાવીને બધા પાસેથી પૈસા ખંખેરતા હતા. જે કેસમાં યુનિવર્સિટી પોલીસે આ બધા વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરનાં પગલાં લેવામાં આવ્યા હતા. રોજને રોજ ખાખીને ડાગ લાગે એવા બનાવોમાં વધી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle