આજથી ઘણા નિયમોમાં ફેરફારો થયાં છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર થવાની છે. એક રીતે જોતા આ ફેરફારો જનતાના ખિસ્સા ખાલી કરાવવાના છે. આજથી SBI બેન્કના ડિપોઝીટ રેટ બદલાઈ રહ્યા છે.ય આ ઉપરાંત મહારાષ્ટ્રમાં બેંકનો ખુલવાનો સમય પણ આજથી બદલાઈ રહ્યો છે, તો ચાલો જાણીએ આજથી એવા ક્યાં નિયમો બદલાઈ રહ્યા છે.
SBI એ બચત ખાતાના વ્યાજદરમાં ઘટાડો કર્યો છે
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ અર્થ વ્યવસ્થામાં લિક્વિડિટીને જોતા બેંક ડિપોઝીટ અને ફિક્સ્ડ ડિપોઝીટ પર વ્યાજ ઘટાડ્યો છે. હવે 1 લાખ રૂપિયા સુધીની બેંક ડિપોઝીટ પર 3.50 ટકાની જગ્યાએ 3.25 ટકા વ્યાજ મળશે. આ નવા વ્યાજ દરો આજથી લાગુ થઈ જશે.
SBIએ બેંક ડિપોઝીટ ઉપરાંત ટર્મ ડિપોઝીટ અને બલ્ક ડિપોઝીટ પર પણ વ્યાજદરો ક્રમશ: 10 બેસિસ પોઈન્ટ અને 30 બેસિસ પોઈન્ટ ઘટાડી છે. આ નવા દરો એકથી બે વર્ષ સુધીની ટર્મ ડિપોઝીટ પર લાગુ થશે.
FD પર વ્યાજ દરો ઘટાડવા ઉપરાંત SBIએ છઠ્ઠી વખત નાણાંકિય વર્ષ 2019-20 માટે MCLR ઘટાડ્યો છે. એટલે કે, હવે SBIની હોમ લોન, કાર લોન, પર્સનલ લોન વગેરે લોન મેળવવી સસ્તી થઈ જશે. હવે નવા દરો પ્રમાણે, MCLR દર 10 ઓક્ટોબરથી 8.05 ટકા થઈ ગયા છે.
SBIએ વ્યાજ દરોમાં 10 બેસિસ પોઈન્ટનો કાપ મૂક્યો છે. દિવાળી પહેલા વ્યાજ દરોમાં કાપ મૂકીને SBIના લાખો બેંક ગ્રાહકોને મોટી ભેટ આપી છે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાન્ત દાસની આગેવાનીમાં RBIની મોનિટરી પોલિસીની બેંઠકમાં રેપોરેટમાં કાપ મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.