બ્રિટન હજુ પણ કોરોનાવાયરસ સામે લડી રહ્યું છે. પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. આ વચ્ચે મોસમમાં બદલાવ થવાથી તેની મુસીબત વધી ગઈ છે. છેલ્લા એક અઠવાડિયાથી બ્રિટનમાં ગરમી પડી રહી હતી. પરંતુ રવિવારે અચાનક મોસમમાં બદલાવ થયો અને મુશળધાર વરસાદ થયો. જોકે થોડા સમય બાદ તે બંધ થઈ ગયો હતો હવે આશા છે કે આગલા અઠવાડિયા સુધી આવું જ વાતાવરણ રહેશે.
બ્રિટનના હવામાન વિભાગના વૈજ્ઞાનિકએ જણાવ્યું કે અમે ચેતવણી જાહેર કરી છે કે મંગળવાર સુધી બ્રિટનમાં ગમે ત્યાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. તાપમાન ઘટશે. આ પોતાની જાતમાં જ એક ઐતિહાસિક બદલાવ છે. આવું સામાન્ય રીતે જોવા નથી મળતું.
વૈજ્ઞાનિકે daily mail ની વેબસાઈટ સાથે વાત કરતાં કહ્યું કે સામાન્ય રીતે એપ્રિલ મહિનામાં આ સમયે લોકો ગરમીની મજા લે છે. એક અઠવાડિયાથી ગરમી પડી પણ રહી હતી, પરંતુ રવિવારે અચાનક વાતાવરણ બદલાઈ ગયું. આવતા અઠવાડિયે વાતાવરણમાં વધારે બદલાવ જોવા મળી શકે છે.એક બાજુ બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસન પણ પોતાની ઓફિસમાં કામ શરૂ કરી દીધું છે.
બ્રિટનમાં જે ગરમી વધી તેના કારણે વિસ્ટેર્યા અને તુલીપના ફૂલોમાં પણ તેજી આવી ગઈ છે. પરંતુ આવતા અઠવાડિયાથી એટલાન્ટિક તરફથી આવનારી હવાઓ બ્રિટનના મોસમને ખરાબ કરી દેશે.જો આવી રીતે વાતાવરણ બદલાતું રહ્યું તો તે પણ કોરોના ના ઈલાજ અને lockdown ને નુકસાન પહોંચાડી શકે છે.
વૈજ્ઞાનિકે જણાવ્યું કે સામાન્ય રીતે એપ્રિલ મહિનો સુકો અને ગરમ રહે છે. રવિવારના રોજ ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ તેમજ ઉત્તર આયર્લેન્ડમાં કેટલાક ભાગોમાં વરસાદ થયો હતો. જોકે બીજા વાતાવરણના વૈજ્ઞાનિકે કહ્યું કે આ વધારે દિવસ નહીં રહે ફરી પાછી ગરમી આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news