જુઓ સુરત સિવિલમાં કોરોના પોઝીટીવ દર્દીના મોબાઈલ ચોરી કરનાર વ્યક્તિ કોણ નીકળ્યો…

કોરોના વાયરસના કહેરથી સુરતમાં ફક્ત માણસો જ નહીં પણ માનવતા પણ મરી રહી હોય તેવું લાગી રહ્યું છે. હજુ થોડા સમય પહેલા જ સુરત ન્યુ સિવિલ હોસ્પિટલમાં મૃતકના શરીર પરથી દાગીનાની ચોરીની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો હતો. ત્યારે આજ રોજ આવી જ એક ઘટના સામે આવી છે.

કોરોના વચ્ચે અવાર-નવાર સુરત ન્યુ સિવિલ હોસ્પિટલ ચર્ચાનું કેન્દ્ર બનતી રહે રહે છે. ત્યારે ફરીએક વખત શરમજનક ઘટના સામે આવી છે. સુરતમાં એક એવો ચોર પકડાયો છે જે પહેલા નવી સિવિલમાં પીપીઈ કીટની ચોરી કરે અને પછી તે પીપીઈ કીટ પહેરીને કોવિડ-19 માટેની કિડની હોસ્પિટલમાં જઈ પેશન્ટની નજર ચુકવી મોબાઇલની ચોરી કરે છે. આ ચોરનો પોલીસે ભાંડો ફોડી નાખ્યો હતો.

ખટોદરા પોલીસે મોબાઇલ ચોર તેજસ ઉર્ફે તેજુ રાજેન્દ્ર રાઠોડ (19)(રહે. રવિનગર સો.સા., પાંડેસરા)ની ધરપકડ કરી છે. ખટોદરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચોરને પકડી પકડી પડ્યો છે. પોલીસને તપાસ દરમ્યાન તેજુ રાજેન્દ્ર રાઠોડ પાસેથી ચોરીના 5 મોબાઇલ મળી કુલ 21,500ના મુદ્દામાલ કબજે કર્યા હતા. આ ચોર બે મહિના પહેલા નવી સિવિલની કોવિડ-19 હોસ્પિટલમાં સર્વન્ટ તરીકે કામ કરતો હતો. જેથી તેને તમામ ગતિવિધિઓની ખબર હતી. અગાઉ તે પાંડેસરા પોલીસમાં પણ મોબાઇલ ચોરીમાં પકડાયો હતો.

ચોરીની સમગ્ર ઘટના થઈ સીસી ટીવી માં કેદ થઇ છે. હાલમાં આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ વાઈરલ થઇ રહ્યા છે. સીસીટીવી ફૂટેજમાં તે એક પેશન્ટનો મોબાઇલ ચોરી કરી પીપીઈ કીટની ચેઇન ખોલી ખિસ્સામાં મુકતો દેખાય છે. ખટોદરા પોલીસે સ્ટાફની પૂછપરછ કરતા તેમાં નવી સિવિલના સ્ટાફના ભૂતકાળના રેકોર્ડમાં રીઢાચોરનું નામ સામે આવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *