ગુજરાત રાજ્યમાં વરસાદની એન્ટ્રીની સાથે હવે તંત્રની પોલ ઉઘાડી પડી રહી છે. માત્ર શેહરના સામાન્ય રસ્તાઓ જ નહિ પરંતુ હાઈવેના રસ્તાઓએ પાણી સાથે દોસ્તી કરી લીધી હોય તેવું લાગી રહ્યું છે. સોમનાથ અને ભાવનગર હાઈવે બિસ્માર હાલતમાં પરિવર્તિત થઇ ગયો છે. હજુ તો સીઝનનો સામાન્ય વરસાદ પડ્યો છે ત્યાં તો રોડ ઉબડખાબડ થઇ ગયો છે.
જયારે બીજી બાજુ પ્રાચીતીર્થથી વેરાવળ વચ્ચેનો રસ્તો પણ ઉબડખાબડ થઈને રસ્તો તૂટી પડ્યો છે. છેલ્લા ચાર વર્ષથી ફોર ટ્રેકનું કામ જાણે ગોકળગતિએ ચાલી રહ્યું હોય તેવી સ્થાનિકો દ્વારા માહિતી મળી છે. ઉબડખાબડ થઇ રહેલા રસ્તાઓને જોઇને વાહનચાલકોને વારંવાર અનેક મુશ્કેલીઓ પડી રહે છે.
જામનગર જિલ્લાના સીદસર પાસેનો રસ્તો માત્રને માત્ર 3 જ મહિનામાં ગાયબ થઇ ગયો છે. 80 લાખના ખર્ચે 3 મહિના પહેલા બનેલા રોડની પોલ એક વરસાદ પડતા ખુલી ગઈ છે. આટલા લાખો રૂપિયા ખર્ચયા બાદ પણ રસ્તાઓ સારા નથી બનતા તેમની પાછળનું મુખ્ય કારણ તંત્ર હોઈ તેવું જણાઈ રહ્યું છે. સાથે સાથે ઉમિયાધામ સીદસર જવાનું એકમાત્ર ડાયવર્ઝન ગાયબ થઈ જતાં તંત્રની કામગીરી સામે સવાલ ઉદભવ્યા છે.
જામજોધપુર જતાં લોકોએ પાનેલીથી ધ્રાફા સુધીનો ધક્કો ખાવો પડી રહ્યો છે અને સાથે સાથે સીદસર ગામ પાસે વેણુ નદી પરનો ડાયવર્ઝન પણ ધોવાઇ ગયો છે અને તૂટી ગયો છે. કારણ કે, ઉમિયા સાગર ડેમ ઓવર ફલો થતા વેણુ નદીમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. થોડા સમય પહેલા જ 65 લાખ રૂપિયાના ખર્ચે કામ ચલાઉ ડાયવર્ઝન બનાવવામાં આવ્યો હતો.
ડાયવર્ઝન ધોવાતા વાહન વ્યવહાર વાલાસન ધ્રાફા બાજુથી શરુ કરવામાં આવ્યો છે. ડાયવર્ઝનના કામને લઈને અગાઉ પણ કેટલીક વખત રજૂઆત કરવામાં આવી હતી. વારંવાર રજૂઆત કરવા છતાં પણ સરકારી તંત્રએ ધ્યાન ન આપતા પ્રજાના રૂપિયા પાણીમાં ગરકાવ થઇ ગયા છે. સીદસર ગ્રામપંચાયત દ્વારા પર પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી.
અમદાવાદ શહેરમાં વરસાદે તંત્રની નબળી કામગીરીની પોલને ઉઘાડી પાડી છે. અમદાવાદ શહેરમાં વરસાદને કારણે અનેક વિસ્તારોમાં રસ્તાઓ ધોવાઇ ગયા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના વોર્ડના રસ્તાઓ પણ વરસાદને કારણે તૂટી ગયા છે. અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારના રસ્તાઓ પણ ધોવાઇ ગયા છે. સાથે અનેક રસ્તાઓ પર ખાડાઓ પડી ગયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.