સેલવાસ(ગુજરાત): હાલમાં સેલવાસ(Selvas) વાપી(Vapi) મેઈન રોડ પર એક વાઇનશોપ(Wineshop)ને પરમિશન(Permission) મળી રહે તે માટે 25 વર્ષ(Year) જૂના શિવજીના મંદિરને હટાવી દેતાં સ્થાનિકોની ધાર્મિક લાગણી દુભાતાં કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
મંજૂરી માટે શિવાલય તોડી નાખ્યું
સેલવાસ નગરપાલિકાના સભ્ય સુમનભાઈ પટેલ દ્વારા સેલવાસ સૌભાગ્ય ઈન હોટલની સામે સાયોના હોસ્પિટલ તેમજ જિતલબારની બાજુમાં 25 વર્ષથી વધુ જૂનું મહાદેવ મંદિર આવેલું હતું, જેને એક વાઇન શોપને મંજૂરી માટે તોડી નાખવામાં આવતાં સ્થાનિકોની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચી હોવા અંગે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી.
અસામાજિક તત્ત્વોએ સ્વાર્થ ખાતર મંદિર તોડ્યું
આ અંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જીતાલ બારની બાજુમાં આવેલા મહાદેવ મંદિરમાં મહાદેવની મૂર્તિ તેમજ શિવલિંગ હતું. આ મંદિર સાથે હજારો લોકોની આસ્થા જોડાયેલી હતી. મંદિરમાં વર્ષોથી પૂજાપાઠ, આરતી, સ્તુતિ કરતા હતા. પરંતુ, અચાનક આ મંદિર, મૂર્તિ અને શિવલિંગ કોઈક અસામાજિક તત્ત્વો દ્વારા અથવા પોતાના સ્વાર્થ માટે સમજી-વિચારીને આખું મંદિર તોડી નાખવામાં આવ્યું છે.
મોટા પ્રમાણમાં વિરોધ કરવામાં આવ્યો
જાણવા મળ્યું છે કે, સેલવાસના તેમજ મંદિરના આજુબાજુમાં આવેલી સોસાયટીના ધાર્મિક શ્રદ્ધાળુ લોકોને ખૂબ જ આઘાત અને ઠેસ પહોંચેલી છે. તેનો વિરોધ ખૂબ જ મોટા પ્રમાણમાં થઇ રહ્યો છે. જેથી જેમણે પણ આવું નીંદનીય કૃત્ય કર્યું છે. હાલ તેના પર પ્રશાસન દ્વારા તાત્કાલિક પગલાં ભરી લોકોની ભાવનાને ધ્યાનમાં રાખી એનું ફરી નિર્માણકાર્ય કરવાની માંગ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.