સમગ્ર ભારતમાં લોકડાઉનનો અમલ કરાવવા માટે પોલીસ અધિકારીઓ દિનરાત મહેનત કરી રહી છે. દરેક પોલીસ અધિકારીઓ ખડે પગે રસ્તા પર ઉભા રહ્યા છે ત્યારે એક ટોચના પોલીસ અધિકારીએ તેમનો પુત્ર વિદેશથી પાછો આવ્યા બાદ તંત્રને આ અંગે જાણ કરી નહોતી. (DEMO PIC)
હવે પિતા પુત્ર બંને કોરોના પોઝિટિવ હોવાનુ નિદાન કર્યુ હતુ. પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર તેલંગાણામાં DSP તરીકે ફરજ બજાવતા એસ એમ અલીનો પુત્ર તારીખ 18 માર્ચના રોજ લંડનથી પાછો ફર્યો હતો. નિયમ પ્રમાણે તેમણે આ બાબતે તંત્રને સૂચના આપવાની હતી પણ તેમણે કોઈ જાણ કરી નહોતી.
DSPનો પુત્ર એ પછી એક પારિવારિક સમારોહમાં પણ સામેલ થયો હતો. હવે પિતા અને પુત્ર બંનેના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. જેના પગલે આ પોલીસ અધિકારી સામે માહિતી છુપાવવા બદલ પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. તેમના ઘરની આસપાસનો વિસ્તાર પણ કોરેન્ટાઈન કરવામાં આવ્યો છે. તેમના પત્ની તથા સુરક્ષામાં તૈનાત પોલીસ કર્મીઓને પણ આઈસોલેટ કરવામાં આવ્યા છે.
લોકડાઉન વચ્ચે સુરતના આ PI એ રસ્તા પર જઈ રહેલી ગર્ભવતી મહિલા માટે જે કાર્ય કર્યું તે જોઇને કહેશો ધન્ય છે… વાંચો વધુ
https://trishulnews.com/covid-19-corona-virus-updates-in-gujarat/