રાજકોટ(ગુજરાત): રાજકોટમાં સૌરાષ્ટ્રની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત છે તેમજ સોયથી માંડીને સેટેલાઈટ સુધીના સ્પેરપાર્ટ્સ અહિયાં બને છે. તેણે કારણે મૂડીરોકાણમાં પણ વધારો થાય છે. ત્યારે અમુક સરકારી અધિકારીઓ તપાસને બદલે સીધા કારખાનાના માલિક પાસેથી પૈસા લેતા હોવાની માહિતી પોલીસને મળી હતી.
ઔદ્યોગિક એકમો યોગ્ય રીતે કામ કરે છે કે નહિ તેમજ લોકોનું શોષણ થાય છે કે નહિ એ જોવાની જવાબદારી ઔદ્યોગિક સુરક્ષા અને સલામતી કચેરી તેમજ શ્રમ કચેરીની હોય છે, પણ આ બંને વિભાગમાં જ સૌથી વધુ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. લેબર ઓફિસર કલ્પેશ પંડ્યા અને ઈન્ડસ્ટ્રિયલ સેફ્ટીના સર્ટિફાઈંગ સર્જન ડો. કેતન ભારથી ઔદ્યોગિક એકમોમાં તપાસ કરવાને બદલે સીધા સંચાલકો સાથે વહીવટી કરવા પહોંચી જાય છે અને તપાસ ન કરવાને બદલે રકમ લઈ લે છે.
મળતી માહિતી અનુસરા, ડો. કેતન ભારથી કારખાનામાં જઈને સીધા 5000 રૂપિયાની માગ કરે છે. ત્યારબાદ સંચાલક પૈસા આપે છે ત્યારે ડો. ભારથી પૈસા ગણ્યા વગર જ પોતાની કાળી બેગમાં નાખી હસતાં હસતાં બહાર નીકળી ખાનગી કારમાં બીજા કારખાના તરફ જવા માટે રવાના થાય છે. જ્યારે કલ્પેશ પંડ્યા કારખાને જઈને હાજરીપત્રક અને બોનસપત્રક માગ્યું હતું. ત્યાર બાદ સંચાલક સાથે વાત કરીને ‘બધું પતાવવા માટે’ 7500 રૂપિયા માગ્યા હતા, છેવટે 2500 રૂપિયામાં સેટિંગ કરવા તૈયાર થઈ ગયા હતા. ત્યારબાદ આ ઘટનાનો વિડીયો સામે આવતા ભ્રષ્ટાચારની પોલ ખુલી ગઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.