સ્પામાં ચાલતું સેક્સ રેકેટ ઝડપાયું, મળી આવ્યો એવો સામાન કે તમે વિચારી પણ નહી શકો!

યુપી પોલીસે સ્પા સેન્ટરની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ રેકેટમાં સ્થળ પરથી બે છોકરીઓ અને ત્રણ છોકરાઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી એક છોકરો ગ્રાહક લાવતો હતો.

ઉત્તર પ્રદેશના મથુરાના પોલીસ સ્ટેશન વિસ્તારના હાઇવે પ્લાઝા નજીક મોતી મંઝિલ કોમ્પ્લેક્સમાં યુનિસેક્સ સ્પા સેન્ટરની આડમાં વેશ્યાવૃત્તિનો ધંધો ચલાવતી ગેંગનો પર્દાફાશ થયો છે.

એક બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને સ્થળ પરથી ત્રણ યુવકો અને બે યુવતીઓને ધરપકડ કરી હતી.

પોલીસને આ ગોરખ ધંધા અંગે લાંબા સમયથી માહિતી મળી રહી હતી. પોલીસ જ્યારે આ સ્પાની અંદર ગઈ ત્યારે પથારી ઉપર છૂટાછવાયા કપડાં અને વાંધાજનક વસ્તુઓ પણ જોવા મળી હતી.

સીઓ સિટી વરૂણ કુમાર કહે છે કે અહીં 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં બે યુવક અને ત્રણ યુવકોનો સમાવેશ થાય છે. આમાં એક યુવક ગ્રાહકોને અહીં લાવવાનું કામ કરતો હતો. આ તમામની ધરપકડ કરવામાં આવી છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *