ઇમરાનખાન બાદ આ ક્રિકેટર બનશે પાકિસ્તાનના પ્રધાનમંત્રી?- જુઓ વિડીયો

છેલ્લા થોડા સમયથી પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદી પાકિસ્તાન માટે હીરોની જેમ આગળ આવી રહ્યો છે. કોરોના વાયરસની વચ્ચે તે લોકોની મદદ કરી ગરીબ લોકોનો મસીહા બની ગયો છે. જોકે, જે રીતે તે પાકિસ્તાનના કબ્જા વાળા કાશ્મીરમાં જઇને ભાષણ આપીને આવ્યો અને જેમ લોકોના દિલમાં જગ્યા બનાવવાની કોશિશ કરી રહ્યો છે. તેનાથી એક વખત ફરી તેને રાજનીતિમાં આવવાથી ચર્ચા જોરશોરથી થઇ રહી છે. આફ્રિદી જે રીતે આગળ વધી રહ્યો છે તે જ રીતે પાકિસ્તાનને વર્લ્ડ ચેમ્પ્યિન બનાવનારા કેપ્ટન ઇમરાન ખાન પાકિસ્તાનના વડાપ્રધાન બની ગયા હતા.

શાહિદ આફ્રિદી વડાપ્રધાન બનવાની ઇચ્છા વ્યક્ત કરી ચુક્યો છે 

શાહિદ આફ્રિદીએ વર્ષ 2016માં પહેલીવાર રાજકારણમાં પ્રવેશવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. શાહિદ આફ્રિદીએ કહ્યું હતું કે, હું રાજકારણમાં આવીને લોકોની સેવા કરવા માંગું છુ. તેમણે એમ પણ કહ્યું હતું કે, તેમના શુભેચ્છકો ઇચ્છે છે કે, તેઓ રાજકારણમાં ન આવે. જોકે આફ્રિદીને લાગે છે કે રાજનેતા જનતાનો સેવક હોય છે અને તે તેને સંપૂર્ણ પ્રામાણિકતાથી ભજવી શકે છે. શાહિદ આફ્રિદી અને ઇમરાન ખાન બંનેની એક વિશેષતા સામાન્ય રહી છે કે, જ્યારે પણ પાકિસ્તાનની ટીમે રમતના ક્ષેત્રમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હોય, તે સમયે આ બંનેએ ફાળો આપી ટીમમાં જીત મેળવી છે. આજે પાકિસ્તાનમાં એવો કોઈ ઓલરાઉન્ડર નથી કે, જે પોતાના પ્રદર્શન દ્વારા હારી ગયેલી ટીમને જીતાડી શકે.

કોરોનામાં લોકોની મદદ માટે આવ્યો આગળ

પાકિસ્તાનમાં 1 લાખ 32 હજારથી વધુ લોકો આ જીવલેણ મહામારીની ચપેટમાં આવી ગયા છે. પાકિસ્તાનની સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરતાં લોકો ભૂખે મરવાની સ્થિતિ આવી ગઇ હતી. એવામાં લોકોની મદદ માટે પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર શાહીદ આફ્રિદી આગળ આવ્યા હતા. અત્રે નોધનીય છે કે, કોરોના વાયરસ અને લોકડાઉનના તબક્કામાં દેશની પ્રજા માટે સેવાકાર્યો કરી રહ્યો હતો. કોરોનાનું સંક્રમણ શરૂ થયું ત્યારથી જ આફ્રિદી પાકિસ્તાનમાં સતત ગરીબ અને જરૂરીયાતવાળા લોકોની મદદ કરી રહ્યો હતો. તે પોતાની ટીમ સાથે અલગ અલગ વિસ્તારોમાં રાહત સામગ્રી પહોંચાડી રહ્યો હતો.

શાહીદ આફ્રિદીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે, “ગુરુવારથી મારી તબિયત સારી નથી. આખું શરીર દુખે છે, મેં ટેસ્ટ કરાવ્યો અને કમનસીબે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મને જલ્દી સાજો થવા માટે તમારી દુઆઓની જરૂર છે.” આફ્રિદી તૌફિક ઉંમર અને ઝફર સરફરાઝ પછી ત્રીજો પાકિસ્તાની ક્રિકેટર છે, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. ત્યારે હવે ક્રિકેટરો પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયાં છે. પાકિસ્તાન ક્રિકેટના સારા પ્લેયરમાં શાહીદ આફ્રિદીનો સમાવેશ થાય છે. પાકિસ્તાનનો ભૂતપૂર્વ ઓલરાઉન્ડ શાહિદ આફ્રિદી હવે કોરોનાગ્રસ્તોની યાદીમાં આવ્યો છે. પોતાની આક્રમક બેટિંગ કે સ્પિન બોલિંગ દ્વારા પાકિસ્તાન માટે સંખ્યાબંધ મેચોમાં સફળતા હાંસલ કરનારો આફ્રિદી કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયો છે.

થોડા સમય પહેલા મેજર જનરલ ગફૂર અને શાહિદ આફ્રિદીની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ હતી, જેમાં બંનેને ગળે મળતા જોવા મળ્યા હતા. આર્મી ચીફ તેની તસવીર સાથે જોઇને એમ કહેવાતું હતું કે ઇમરાન ખાને ક્રિકેટથી અલગ થયા પછી રાજકારણની શરૂઆત કરી હતી, તેના જ નક્શેકદમ પર હવે શાહિદ અફ્રીદી પણ ચાલી રહ્યો છે અને ઇમરાનની જેમ શાહિદ પાકિસ્તાનના આગામી વડાપ્રધાન હોય શકે છે. તે બાદ ટ્વિટર પર #afridiforPM કરી રહ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *