જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે(Shankaracharya Swami Avimukteshwaranand) ફરી એકવાર બાગેશ્વર ધામ(Bageshwar Dham)ના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી(Dhirendra Krishna Shastri)ને લઈને મોટું નિવેદન આપ્યું છે. અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે, આપણા દેશમાં એવા ઘણા લોકો છે, જે ચમત્કાર બતાવીને જનતાને છેતરે છે. અમે ચમત્કારિક હોય તેવા તમામ લોકોને આગળ આવવા અને જોશીમઠ(Joshimath)માં પડેલી તિરાડોને ઠીક કરવા કહ્યું છે. શંકરાચાર્યએ ધર્મ, ચમત્કાર અને રાજકારણના મુદ્દે મોટો જવાબ આપ્યો છે.
જણાવી દઈએ કે, આ પહેલા જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને તેમનું નામ લીધા વિના પડકાર ફેંક્યો હતો અને કહ્યું હતું કે જે લોકો ચમત્કાર બતાવે છે તેઓ જોશીમઠના ધસી રહેલ જમીનને બચાવી લે, પછી હું તેમના ચમત્કારને માનીશ. તે જ સમયે, ધીરેન્દ્ર શાસ્ત્રીએ શંકરાચાર્યના આ નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી અને માત્ર એટલું જ કહ્યું હતું કે તેઓ તેમની ભાવનાઓનું સન્માન કરે છે.
શંકરાચાર્યએ કહ્યું કે, જોશીમઠનો મામલાએ હાલ ખુબ જ વિવાદ પકડ્યો છે. બધાનું ધ્યાન જોશીમઠ મામલા પર જઈ રહ્યું હતું, તે ધ્યાન હટાવવા માટે આવું કરવામાં આવ્યું છે. જ્યારે અહીં કોઈ મોટી સમસ્યા હોય ત્યારે આવી નાની નાની બાબતોને મોટી બનાવીને લોકોનું ધ્યાન ભટકાવવામાં આવેછે. હવે બધા જોશીમઠને ભૂલી ગયા છે, જ્યારે ત્યાના લોકો માટે એક મોટી સમસ્યા છે, તમામનું ધ્યાન ચમત્કાર કરી રહેલા વ્યક્તિ પર ભટકાવવામાં આવ્યું છે. તેનાથી દેશને કેટલો ફાયદો થઈ રહ્યો છે?
શંકરાચાર્યને સવાલ પૂછવામાં આવ્યો હતો કે, શું આ ચમત્કારમાં પણ કોઈ રાજકારણ છે? આ સવાલના જવાબમાં શંકરાચાર્યએ જણાવતા કહ્યું હતું કે, અત્યારે દરેક જગ્યાએ રાજકારણ થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, હાલના દિવસોમાં શંકરાચાર્ય છત્તીસગઢમાં છે. તેમણે ધર્મના નામે રાજકીય રીતે પ્રેરિત ધર્માંતરણ અને વોટ બેંકની રાજનીતિ પર પણ પ્રતિક્રિયા આપી છે. એમ પણ કહ્યું કે કેટલાક લોકો ધર્મના નામે ગંદકી ફેલાવી રહ્યા છે.
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે અખંડ ભારત વિશે ચર્ચા કરી અને પાકિસ્તાનને ભારતમાં જોડવાની વાત કરી હતી. એમ પણ કહ્યું હતું કે, જો મુસલમાનો ભારતમાં રહીને ખુશ છે તો અલગ મુસ્લિમ રાષ્ટ્ર બનાવવાનું કોઈ કારણ નથી. આવી સ્થિતિમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, ભૂટાન સહિતના અન્ય દેશોએ પણ ભારત સાથે જોડાવું જોઈએ. આ રીતે અખંડ ભારતનું સપનું સાકાર થશે.
થોડા દિવસો પહેલા શંકરાચાર્યએ જબલપુરમાં કહ્યું હતું કે, જ્યારે અંગ્રેજો ભારત છોડીને ચાલ્યા ગયા હતા ત્યારે મોહમ્મદ અલી ઝીણાએ કહ્યું હતું કે, મુસ્લિમોને અલગ કરી દેવા જોઈએ, કારણ કે તેઓ તેમની ધરતી પર જવાથી ખુશ થશે. તેથી જ ભારતનું વિભાજન થયું અને પાકિસ્તાન બન્યું, પરંતુ તે સમયે પણ કેટલાક મુસ્લિમો ભારતમાં જ રહ્યા હતા. જો તેમને અહીં શાંતિથી રહેવા મળી રહ્યું છે તો પાકિસ્તાન બનાવવાની શું જરૂર છે. એટલા માટે આ બાબત પર એક વાર પુનર્વિચાર થવો જોઈએ અને ફરીથી અખંડ ભારતનું નિર્માણ કરવું જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.