મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા જ શિવસેના અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે વિવાદ સામે આવ્યો છે. બન્ને પાર્ટી વચ્ચે બેઠકની વહેચણીને લઈને તકરારો વધી છે. શિવસેના 135 બેઠકની માંગ કરી રહી છે. જ્યારે ભાજપ શિવસેનાને 120 થી વધારે બેઠક આપવા માટે તૈયાર છે નથી. મહારાષ્ટ્રમાં કુલ 288 વિધાનસભાની બેઠક છે.
દરેક સહયોગીઓને 18-18 બેઠક આપવાની ઈચ્છા.
શિવસેના અને ભાજપ પોતના સહયોગીઓને 18 બેઠક આપવા ઈચ્છે છે. ભાજપનું માનવુ છે કે, મહારાષ્ટ્રમાં 2014 બાદ પાર્ટીનો વોટશેર વધ્યો છે. લોકસભાની ચૂંટણી બાદ પીએમ મોદીની છબી વધારે મજબૂત બની છે. બેઠકની વેંચણીને લઈને શિવસેના હવે ભાજપને રામ મંદિર સહિતના મુદ્દાઓને લઈને આડે હાથ લઈ રહી છે. શિવસેનાની માગ છે કે, મોદી સરકારે જે હિમ્મત દાખવીને જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવી છે. તેવી રીતે સરકાર અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ પણ કરાવે.
જાણો સંજય રાઉતે શું કહ્યું.
મહારાષ્ટ્રમાં શિવસેનાના દિગ્ગજ નેતા સંજય રાઉતે ભાજપ અને શિવસેનાના ગઠબંઝધન અંગે નિવેદન આપ્યુ. તેમણે જણાવ્યુ કે, મહારાષ્ટ્રમાં શિવસેના સાથે મળીને ચૂંટણી લડશે. શિવસેનાએ ભાજપ પાસે વધારે બેઠકની માગ કરી છે. અને કેન્દ્રીય પ્રધાન અમિત શાહ સાથે શિવસેના ફોર્મ્યુલા નક્કી કરશે. જોકે, બન્ને પક્ષ વિધાનસભાની ચૂંટણી સાથે મળીને લડશે તે નક્કી છે. આ પહેલા એવા પણ અહેવાલ આવ્યા હતા કે, શિવસેનાએ ભાજપ પાસે 135 જેટલી બેઠકની માગ કરી છે. જોકે, 135 બેઠક આપવા ભાજપ તૈયાર નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.