અમરનાથ તીર્થના શિવ લિંગ વિશે બધા જાણે છે.જ્યાં બરફના કુદરતી શિવલિંગ બને છે. પરંતુ શું તમે જાણો છો કે અમરનાથના શિવલિંગની
જેમ, ત્યાં પણ એક અન્ય શિવલિંગ છે જેની મુલાકાત વિશ્વભરના લોકો આવે છે.ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રિયાના સલ્ઝબર્ગ શહેર નજીક વરફેનમાં 40 કિલોમીટર લાંબી બરફ ગુફા છે, જે કુદરતી શિવલિંગ જેવો આકાર ધરાવે છે.
આ આકાર અમરનાથના શિવલિંગ કરતા અનેકગણો મોટો છે.આ ગુફામાં લગભગ એક કિલોમીટર સુધી સીડીઓ બનાવવામાં આવી છે, જેથી આ ‘શિવલિંગ’ ની નજીક સરળતાથી પહોંચી શકાય. આ ‘શિવલિંગ’ ની height લગભગ 75 ફૂટ છે. લોકોને ગુફાની અંદર જવા માટે ખતરનાક માર્ગોમાંથી પસાર થવું પડે છે.
તે વિશ્વની સૌથી લાંબી બરફ ગુફા છે. તે 1879 ની સાલમાં મળી આવી હતી. અહીં તમને ઘણા આકાર મળશે જે શિવલિંગ જેવા લાગે છે આ આઇસ ગુફા મે થી ઓક્ટોબર સુધી ખુલ્લી રહે છે. અહીં તમને ઉનાળાનાં મહિનાઓમાં પણ ઠંડીનો અનુભવ થશે. આ ગુફામાં આવીને તમને લાગશે કે જાણે તમે કોઈ બીજી દુનિયામાં આવી ગયા છો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.