લોકસભાની ગુજરાતની કુલ 26 પૈકીમાંથી સૌરાષ્ટ્રની 7 બેઠકો ખૂબ જ મહત્વની છે. આ વખતે કોંગ્રેસના વધુ પાંચ ધારાસભ્યોએ બળવો કરતા અને રાજીનામું આપીને ભાજપમાં જતા રહેતા ભાજપને ફાયદો થવાને બદલે નુકસાન થવાની શક્યતાઓ વધી ગઈ છે. એક ખાનગી રિપોર્ટ અનુસાર કોંગ્રેસ 2017ની વિધાનસભા ચૂંટણી કરતા વધુ મજબૂત છે. સૌરાષ્ટ્રની અમરેલી, જૂનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર સીટ પર ખેડૂતોનો અસંતોષ કોંગ્રેસ તરફ જય શકે છે. સાથે સાથે પાટણ, બનાસકાંઠા, આણંદ અને બારડોલી બેઠકો કોંગ્રેસના ફાળે જઈ શકે છે.
ઉંઝા, ધ્રાંગધ્રા, જામનગર ગ્રામ્ય તથા માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણી લોકસભાની સાથે જ યોજાઈ રહી છે. આ સ્થિતિમાં ભાજપના કાર્યકરો અને આગેવાનોએ 2017ની વિધાનસભાની ચૂંટણીનું પુનરાવર્તન કરવાનું મન બનાવી લીધું છે. એટલે કે ભાજપની નેતાગીરીને પાઠ ભણાવવા તેમજ આયાતી ઉમેદવાર સામેની પોતાની નારાજગી દર્શાવવા માટે ભાજપના જ કાર્યકરો-અગ્રણીઓ કામ કરી રહ્યા છે. જેથી પેટા ચૂંટણીમાં ભાજપને એકાદ બેઠક મળે એવું દેખાઈ રહ્યું છે.
ભાજપનાં જ લોકો ભાજપની સામે પડયા હોવાથી તેની વિપરીત અસર લોકસભાની ચૂંટણી લડતા ભાજપના ઉમેદવારોને પણ થશે જેને કારણે ખાસ કરીને મહેસાણા જ્યારે સૌરાષ્ટ્રની જૂનાગઢ, સુરેન્દ્રનગર અને જામનગરમાં ભાજપને મોટો ફટકો પડવાની ભીતિ છે. આ જ રીતે પોરબંદર તથા અમરેલી, ભાવનગર અને રાજકોટમાં ટિકિટ ફાળવણીના મુદ્દે સ્થાનિક સ્તરે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. જેને લીધે પણ ભાજપને આવી બેઠકો જીતવામાં લોઢાના ચણા ચાવવા પડશે.
અમરેલીમાં પરેશ ધાનાણી જીતે તો પેટાચૂંટણી આવે અને તેમાં ટિકિટ લઈને કેટલાક ભાજપના નેતાઓ વિધાનસભા પહોંચવા માંગે છે. જે અસંતુષ્ટિ અમરેલી બેઠક કોંગ્રેસને અપાવી શકે છે. પોરબંદરમાં વિઠ્ઠલ રાદડિયા પરિવારની ટિકિટ કપાતા કાર્યકરો અંદરખાને ભાજપ ન જીતે તેવા પ્રયત્નો કરી રહ્યા છે. રાજકોટ અને જામનગરના ખેડૂતો પાકવીમો ન મળવાને કારણે નારાજ ચાલીં રહ્યા છે જેથી તેઓ બેશક પણે કોંગ્રેસ તરફી મતદાન કરી શકે છે. ભાજપના નેતાઓ ગુજરાતમાં રાષ્ટ્રીય મુદ્દાઓ ચલાવવામાં નિષ્ફ રહ્યા છે. ભાવનગરમાં ભારતીબેન ની નિષ્ક્રિયતા અને તેમની સામે જ તેમના સમાજની મોટી વોટબેન્ક ખેડૂતો પર થયેલા અત્યાચાર બાદ વિરોધમાં ચાલી રહી છે. જેથી ભાવનગર બેઠક પણ કોંગ્રેસની જોળીમાં જાય તો નવાઈ નહીં.
પાટણ, બનાસકાંઠા, આંણદ બેઠકો પર કોંગ્રેસ એકતરફી જીત મેળવી જશે રિપોર્ટમાં સામે આવી રહ્યું છે જે ભાજપની ચિંતામા વધારો કરી શકે છે. બારડોલી, વલસાડ અને ભરૂચ, ખેડા, પંચમહાલ, છોટા ઉદેપુર બેઠકો પર પણ બરાબરીની ટક્કર જોવા મળશે. બીજીતરફ અમદાવાદની બન્ને લોકસભા બેઠકો, સુરત, નવસારી, ગાંધીનગર, વડોદરા સીધી રીતે ભાજપ પાસે જય રહી છે.