ગુજરાત(Gujarat): રાજકોટ(Rajkot)ના રાજવી પરિવાર(Rajavi family)માં 1500 કરોડની સ્થાવર-જંગમ મિલકત અંગેનો વિવાદ આસમાને પહોંચ્યો છે. મિલકત વહેંચણી મામલે છેલ્લા એક વર્ષથી વિવાદ ચાલી રહ્યો છે. રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજા(Mandhatasingh Jadeja)એ પૈતૃક મિલકતોની વહેંચણીમાં તેમને અંધારામાં રાખીને આર્થિક હિતને નુકસાન કર્યાના મુદ્દે તેમના બહેન રાજકુમારી અંબાલિકાદેવી(Ambalikadevi)એ અપીલ તો કરી પણ સાથે સાથે કેસ પણ કર્યા છે. આ કાયદાકીય લડત અંતે રાજકોટ સિવિલ કોર્ટમાં પહોંચી ચુકી છે. ગઈકાલે સિવિલ કોર્ટ(Civil Court)માં તારીખ હોવાને કારણે માંધાતાસિંહના વકીલ હાજર રહ્યા હતા. સાથે કોર્ટ સમક્ષ જવાબ રજૂ કરાવાનો થોડા દિવસ માટેનો સમય માગ્યો હતો. જેને લીધે કોર્ટના જજ એલ.ડી. વાઘેએ 11 ઓક્ટોબર સુધીની મુદત આપી છે.
રાજકોટના 17માં ઠાકોર માંધાતાસિંહ જાડેજા સામે વડીલો પાર્જીત મિલકતમાંથી હક્ક કઢાવી નાંખવામાં આવતા રાજકોટ સિવિલ કોર્ટમાં બહેન રાજકુમારી અંબાલિકાદેવી બૂંદેલાએ તેમની સામે વાંધા અરજી કરી છે. જેની આજે તારીખ હોવાથી માંધાતાસિંહના વકીલે પોતાનો જવાબ રજૂ કરવા માટે સમય માગતા જજે 11 ઓક્ટોબર સુધીની મુદત આપી છે. જોવા જઈએ તો, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં આ અંગે સુનાવણી પૂર્ણ થઇ ગઇ છે. અંબાલિકા દેવી તરફથી રજૂ થયેલા દસ્તાવેજો સહિતના આધાર-પુરાવાઓ પ્રાંત અધિકારીએ ગ્રાહ્ય રાખીને રાજકુમારી અંબાલિકા દેવી તરફી ચુકાદો આપ્યો હતો. ઠાકોર સાહેબ માંધાતાસિંહે સરધાર અને માધાપરની મિલકતના મળવા પાત્ર હક્કપત્રકમાંથી બહેન અંબાલિકા દેવીનું નામ કમીની જે નોંધ કરાવી હતી એ નામંજૂર કરતા માંધાતાસિંહ જાડેજાને કાનૂની ઝટકો લાગ્યો છે.
ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ નાણાંમંત્રી અને રાજકોટના પૂર્વ રાજવી મનોહરસિંહ જાડેજાનાં નિધન બાદ ભાઇ-બહેન વચ્ચે આ ઉગ્ર વિવાદ ઊભો થયો છે. જે વિવાદમાં પૂર્વ રાજવીની વસિયત પ્રમાણે બહેનને દોઢ કરોડ રૂપિયા આપી દેવામાં આવ્યાની દલિલ સાથે માંધાતાસિંહના પક્ષેથી એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બહેન અંબાલિકાદેવી પુષ્પેન્દ્રસિંહ બુંદેલાએ એ વસિયત વાંચીને ભાઇની તરફેણમાં રિલીઝ ડીડ પણ કરી આપ્યું છે અને ત્યારબાદ પાછળથી આ પ્રકારની તકરાર ઊભી કરવામાં આવી છે.
જયારે સામે રાજસ્થાન રાજ્યનાં પુષ્કરમાં પરણેલા આ રાજકુમારીનું કહેવું છે કે, પિતાનાં અવસાન બાદ પોતે પરિવાર સાથે માતાને મળવા રાજકોટ આવી પહોચ્યા હતા ત્યારે ભાઇએ આશાપુરા મંદિરના રખવાળમાં વારસોની સહીની જરૂર ન પડે એવું બહાનું આપીને જે કાગળોમાં સહી કરાવી એમાં રિલીઝ ડીડ પણ બનાવડાવી લીધું છે. હકીકતમાં મિલકતોમાં તમામ વારસોનાં નામની નોંધ પડી જાય પછી જ લાગુ ડીડ થઇ શકે. જ્યારે આમાં તેવું નથી બન્યું અને રેવન્યુ રેકોર્ડમાંની આ પ્રકારની નોંધ વિશે કલમ 135(ડી) મુજબ નોટિસ મળી ત્યારે જાણ થતાં વાંધા અરજી કરવામાં આવી હતી. આ પ્રકારના એક કેસમાં મામલતદારે નામ દુર કરતી નોંધ રદબાતલ ઠરાવી છે.
રાજકુમારી અંબાલિકાદેવી બૂંદેલાએ દિવાની કેસ નોંધાવીને સંયુક્ત હિન્દુ કુટુંબની મજિયારી વારસાઇ મિલકતમાંથી પાંચમા ભાગનો હિસ્સો મેળવવા અને રિલીઝ ડીડ નલ એન્ડ વોઇડ ગણવા તથા વસિયત બંધનકર્તા નહીં હોવાનું ડેક્લેરેશન કરી આપવા માંગ કરી છે. 31 ઓગષ્ટના રોજ તેમાં આગળની સુનાવણી હાથ ધરવામાં આવશે. તારીખ 6 જુલાઈ 2013ના રોજ મનોહરસિંહ પ્રદ્યુમ્નસિંહ જાડેજાનાં નોટરાઇઝ્ડ વીલમાં ધર્મપત્ની માનકુમારી દેવીને પેલેસમાં ચોક્કસ માર્કિંગવાળો ભાગ અને દ્વારકા સ્થિત મકાન (દ્વારકેશ ભુવન) અને રૂપિયા અઢી કરોડ તથા પુત્રીઓ શાંતિદેવી જાડેજા અને અંબાલિકાદેવી બુંદેલા અને ઉમાદેવી પરિહારને રૂપિયા દોઢ-દોઢ કરોડ તથા પૌત્ર જયદીપસિંહને મુંબઇ સ્થિત બે ફ્લેટ (નરેન્દ્ર ભુવન) તથા પોતાના 13 સહાયકોને કુલ રૂપિયા 30.50 લાખ તેમજ બાકીની તમામ સ્થાવર-જંગમ મિલકત પુત્ર માંધાતાસિંહના નામે કરી દેવામાં આવી હતી.
આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.