પંજાબ(Punjab)ના માનસા(Mansa) જિલ્લામાં રવિવારે પ્રખ્યાત પંજાબી ગાયક(Punjabi singer) અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મુસેવાલા(Sidhu Moose Wala)ની અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પંજાબ સરકારે મુસેવાલાની સુરક્ષા પાછી ખેંચી લીધાના એક દિવસ બાદ આ ઘટના બની હતી. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને તેને પરસ્પર દુશ્મનીનો મામલો ગણાવી રહી છે. દરમિયાન, એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે, જેમાં મુસેવાલાની એસયુવી જોવા મળે છે.
#WATCH | Punjab: A CCTV video shows two cars trailing Sidhu Moose Wala’s vehicle moments before he was shot dead in Mansa district. pic.twitter.com/SsJag33XHb
— ANI (@ANI) May 30, 2022
2 કાર મુસેવાલાની SUVનો પીછો કરી રહી હતી:
સીસીટીવી ફૂટેજમાં સિદ્ધુ મુસેવાલાની એસયુવી રોડ પરથી પસાર થતી જોવા મળી રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો તેની હત્યાની થોડી મિનિટો પહેલાનો છે. વીડિયોમાં બે કાર મુસેવાલાની SUVનો પીછો કરતી જોવા મળે છે. આ પછી વીડિયોમાં સફેદ રંગની બોલેરો પણ જતી જોવા મળી રહી છે.
મુસેવાલાની કાર પર અંધાધૂંધ ગોળીબાર:
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે સિદ્ધુ મુસેવાલા પર રવિવારે સાંજે લગભગ 5.30 વાગ્યે હુમલો થયો હતો. પંજાબના ડીજીપી વીકે ભવરાના જણાવ્યા અનુસાર, મૂઝવાલા તેમના પાડોશી ગુરવિંદ સિંહ અને સંબંધી ગુરપ્રીત સિંહ સાથે સાંજે 4.30 વાગ્યે તેમના ઘરથી નીકળી ગયા હતા. આ દરમિયાન તે પોતે કાર ચલાવી રહ્યો હતો. તેણે વધુમાં કહ્યું કે જ્યારે મુસેવાલા માનસા જિલ્લાના જવાહરકે ગામમાં પહોંચ્યા ત્યારે બે વાહનોએ તેની એસયુવીને રોકી અને તે પછી તેના પર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો.
પંજાબી ગાયક અને કોંગ્રેસના નેતા શુભદીપ સિંહ સિદ્ધુ મુસેવાલાની રવિવારે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પંજાબ સરકાર દ્વારા તેની સુરક્ષામાં ઘટાડો કર્યાના ત્રણ દિવસ બાદ 28 વર્ષીય ગાયકને માનસા નજીક ગોળી મારી દેવામાં આવી હતી. કથિત રીતે તેને ઝવાહર ગામમાં એક મંદિર પાસે ઓછામાં ઓછી 10 વખત ગોળી મારવામાં આવી હતી અને તેને માનસાની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવતા મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
સિદ્ધુ મુસેવાલાના મૃત્યુના સમાચારે મનોરંજન ઇન્ડસ્ટ્રીઝને આઘાતમાં મૂકી દીધો છે. અજય દેવગણથી લઈને કપિલ શર્મા, લીલી સિંહથી લઈને શહેનાઝ ગિલ સુધી, સેલિબ્રિટીઓએ લિજેન્ડ ગાયકના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો. રણવિજય સિંઘાએ ટ્વીટ કર્યું, “સિદ્ધુ મુસેવાલા વિશે આઘાતજનક સમાચાર, વિશ્વાસ કરી શકતો નથી.” રેપર રોચ કિલ્લાએ તેને મનોરંજન ઉદ્યોગ માટે “કાળો દિવસ” ગણાવ્યો.
સિદ્ધુ મુસેવાલાની હત્યા પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું, ‘સિદ્ધુ મુસેવાલાની હત્યા ખૂબ જ દુઃખદ અને આઘાતજનક છે. મેં હમણાં જ પંજાબના સીએમ માન સાહેબ સાથે વાત કરી. ગુનેગારોને આકરી સજા આપવામાં આવશે. હું દરેકને હિંમત રાખવા અને શાંતિ જાળવવા વિનંતી કરું છું. તેમના આત્માને શાંતિ મળે.’
વરિષ્ઠ પોલીસ અધિક્ષક ગૌરવ તુરાએ મીડિયાને જણાવ્યું હતું કે, “પ્રાથમિક તપાસમાં તે આંતર-ગેંગ દુશ્મનાવટ હોવાનું જણાય છે.” તેણે ઉમેર્યું હતું કે સિદ્ધુ મૂઝ વાલા બે મિત્રો સાથે મુસાફરી કરી રહ્યો હતો અને તેની બુલેટપ્રૂફ કાર અને બંદૂકધારી સાથે નહોતો.
જવાહરપુર ગામમાં ફાયરિંગની ઘટનામાં અન્ય બે લોકો પણ ઘાયલ થયા છે. બન્યું હતું એવું કે પંજાબ સરકારે મૂઝવાલાની સુરક્ષામાં ઘટાડો કર્યો હતો. તેની રક્ષા ચાર બંદૂકધારી પોલીસકર્મીઓ દ્વારા કરવામાં આવી હતી, જેમાંથી બેને બરતરફ કરવામાં આવ્યા હતા. પોલીસનું માનવું છે કે મુસેવાલા પર હુમલા પાછળ કોઈ ગેંગસ્ટરનો હાથ હોઈ શકે છે. તાજેતરમાં કેનેડામાં રહેતા ગેંગસ્ટરોએ ઘણા પંજાબી ગાયકો અને કલાકારો પાસેથી ફિરૌતીની માંગણી કરી હતી.
જણાવી દઈએ કે ગોળીબારમાં ગંભીર રીતે ઘાયલ મુસેવાલાને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. 28 વર્ષીય ગાયક ગયા વર્ષે ડિસેમ્બરમાં કોંગ્રેસમાં જોડાયા હતા અને કોંગ્રેસની ટિકિટ પર માનસા જિલ્લામાંથી 2022 ની વિધાનસભા ચૂંટણી લડ્યા હતા પરંતુ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડૉ. વિજય સિંગલાની સામે હાર્યા હતા. માનસા હોસ્પિટલના સિવિલ સર્જને પુષ્ટિ કરી છે કે મુસેવાલાને મૃત લાવવામાં આવ્યા હતા જ્યારે અન્ય બેને પ્રાથમિક સારવાર બાદ બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ સૌ માં ધ્યાન દેવા જેવી વાત તો એ છે કે સિદ્ધુ મુસેવાલાની આજે એટલે કે 29મી મેના રોજ હત્યા કરવામાં આવી હતી. નંબરમાં લખીએ તો 29-5-2022ના રોજ સિદ્ધુની હત્યા કરવામાં આવી હતી. આગળના ત્રણ અંકો એટલે કે 295 સાથે સિદ્ધુનું ખાસ જોડાણ છે. હા, સિદ્ધુ મૂઝવાલાનું ‘295’ નામનું એક ગીત પણ છે જે સુપરહિટ પણ હતું. આજની તારીખથી તેમના ગીતોનું આ જોડાણ ખરેખર વિચિત્ર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.