દેશભરમાં છેલ્લા પાંચ વર્ષથી યોગ પ્રત્યે લોકોમાં જાગૃતિ આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની યોગ પ્રત્યેની રુચિ અને વિશ્વ યોગ દિન ની શરૂઆત થયા બાદ ભારત યોગના પ્રણેતા દેશ છે, તે હવે ખરેખર લાગી રહ્યો હોય તેમ વિશ્વ ફલક પર દેશનું નામ ઉજળું થયું છે. તાજેતરમાં ગુજરાતની શાનમાં વધારો કરનાર હેત્વી પાનસેરીયા કે જેઓ સુરતના ગજેરા વિદ્યાભવન ઉતરાણ શાખામાં ધોરણ 9માં અભ્યાસ કરે છે. તેમણે એશિયન યોગાસન સ્પોર્ટ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે અને દેશનું નામ રોશન કર્યું છે.
હેતવી પાનસુરીયા છેલ્લા ચાર વર્ષથી યોગાસન કરી રહી છે. તેમની સફળતામાં મુખ્ય ફાળો તેના કોચ તરીકે ટ્રેનીંગ આપનાર રિંકેશ ધાનાણી અને કેયુર ગાબાણી નો છે. ગયા વર્ષે અમદાવાદ ખાતે યોજાયેલ ગુજરાત ગોટ ટેલેન્ટ માં ફર્સ્ટ રનર-અપ રહી ને સુરત નું નામ રોશન કર્યું હતું અને તાજેતરમાં જ બેંગલોર ખાતે યોજાયેલ હિમાલય યોગ ઓલમ્પિયાડ 2018માં નેશનલ લેવલે ભાગ લઈને સુરતનું નામ ઉજળું કર્યું હતું.
હેતવી ની સફળતા ને લઈને તેમના મમ્મી રસીલાબેન પાનસુરીયા સાથે થયેલી ખાસ વાતચીતમાં તેઓએ પોતાની ખુશી વ્યક્ત કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે, હેતવી છેલ્લા ચારથી પાંચ વર્ષથી મહેનત કરતી હતી અને હું પણ તેની પ્રેક્ટિસ માટે મારું કામ છોડીને તેને લેવા મુકવા માટે જતી હતી. તેણે ક્યારેય પણ આળસ કરી નહોતી સતત મહેનત અને પરિશ્રમથી તેણે આ સફળતા મેળવી છે. હેતવી ના પિતા પરેશભાઈ પાનસુરીયા એલ.આઇ.સી એડવાઈઝર છે.
સૌ પ્રથમવાર યોજાઇ રહેલ એશિયન યોગાસન સ્પોર્ટ ચેમ્પીયનશીપ કે જે બાંગ્લાદેશના ઢાકા ખાતે યોજાયેલ હતી. તેમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરીને ફરી એકવાર વૈશ્વિક ફલક પર ભારતનું નામ રોશન કર્યું હતું. એશિયન યોગાસન સ્પોર્ટ્સ ફેડરેશનના પ્રમુખ શ્રી રમેશ લોહન, સેક્રેટરી હર્ષદ સોલંકી, ગૌતમ સરકાર અને યોગ અને કલ્ચર એસોસિએશનના પ્રમુખ શ્રી સંતોષભાઈ કામદાર તેમજ જનરલ સેક્રેટરી શ્રી ડોક્ટર આર જે જાડેજા એ ભારતના કોચ તરીકે રીંકેેેશ ધાનાણી અને મેહુલ ચિત્રોડા તેમજ રેવતુભા ગોહિલ તેમજ નવનિયુક્ત ચેરમેન શ્રી મહેન્દ્ર ત્રિવેદીએ હેતવી ની સફળતામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
-વંદન ભાદાણી