કચ્છમાંથી ઝડપાયેલ 800 કરોડના ડ્રગ્સમાં થયો સૌથી મોટો ખુલાસો- ગુજરાત ATSની તપાસમાં સામે આવ્યું પાકિસ્તાની કનેક્શન

Pakistan connection in 800 cr cocaine caught in Gandhidham: ગાંધીધામમાં રૂ.800 કરોડના કોકેઈનની હેરાફેરીના કેસમાં પાકિસ્તાન કનેક્શન ખુલતા ગુજરાત ATSની ટીમ દોડતી થઈ છે. ગુજરાત…

Pakistan connection in 800 cr cocaine caught in Gandhidham: ગાંધીધામમાં રૂ.800 કરોડના કોકેઈનની હેરાફેરીના કેસમાં પાકિસ્તાન કનેક્શન ખુલતા ગુજરાત ATSની ટીમ દોડતી થઈ છે. ગુજરાત ATSની ટીમ તપાસ માટે કચ્છ જવા રવાના થઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાત ATSની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે તો અનેક આરોપીઓના નામ પણ બહાર આવી શકે છે.

કરાંચીના હાજી સલીમનું નામ આવ્યું સામે

ગાંધીધામમાં 800 કરોડના કોકેઈનની હેરાફેરીના કેસમમાં ગુજરાત ATSની તપાસ પાકિસ્તાનનું કરાંચી કનેક્શન (800 cr cocaine caught in Gandhidham) સામે આવ્યું છે. આ મામલે કરાંચીના હાજી સલીમનું નામ ખુલતા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. ડ્રગ્સના નેટવર્કની તપાસ માટે ગુજરાત ATSની ટીમ કચ્છ જવા રવાના થઈ છે.

શું છે સમગ્ર ઘટના?

ગુજરાતનો દરિયા કિનારો ડ્રગ્સ માફિયાઓ માટે સ્વર્ગ સમાન બન્યો છે. રાજ્ય અને દેશમાં ડ્રગ્સ ઘુસાડવા માટે ડ્રગ્સ તસ્કરો આ દરિયા કિનારાનો ઉપયોગ કરે છે. જેમાં પણ કચ્છના દરિયાકાંઠેથી અત્યાર સુધીમાં અનેક વખત મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ ચૂક્યો છે. તાજેતરમાં જ ગાંધીધામમાંથી પોલીસે બાતમીના આધારે અંદાજે 800 કરોડથી વધુ કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું.

80 કિલોથી વધુ ડ્રગ્સ મળી આવ્યું

કચ્છ પૂર્વ એલસીબીને યોગ્ય બાતમી મળતા સ્થાનિક પોલીસની ટીમે ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન પોલીસે મીઠીરોહર વિસ્તારની ખાડીમાંથી બિનવારસી હાલતમાં પડેલા 80 કિલોથી વધુ ડ્રગ્સના જથ્થાને કબજે કર્યો હતો. જે બાદ FSLની તપાસમાં કોકેઈન હોવાનું સામે આવ્યું હતું.

પોલીસની સફળતાને હર્ષ સંઘવીએ આપી સુભેચ્છા

જે બાદ કચ્છ પોલીસની આ મોટી સફળતાને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ બિરદાવી હતી. તેઓએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, ગુજરાત પોલીસની સતર્કતાથી કચ્છના દરિયાકાંઠેથી રૂ.800 કરોડની કિંમતનું કોકેઈન (800 cr cocaine caught in Gandhidham) જપ્ત કરાયું છે. કચ્છ પૂર્વ LCBને મળેલી બાતમીના આધારે મીઠીરોહર દરિયાકિનારે અમુક ઈસમોની શંકાસ્પદ પ્રવૃત્તિ પર નજર રાખતા તેઓ ડ્રગ્સનો જથ્થો સગેવેગ કરે તે પહેલા જ પોલીસ દરોડો પાડીને 80 કિલો કોકેઈન કબજે કરે છે. જેની કિંમત રૂ.800 કરોડ થાય છે. પૂર્વ કચ્છ પોલીસની સતર્કતા અને ડ્રગ્સ નાબૂદી અભિયાન માટેની સક્રિયતાને અભિનંદન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *