જે લોકો પગ ઉપર પગ ચડાવીને બેસે છે, તે ચેતી જજો. આમ બેસવાથી સ્વાસ્થ્ય પર થાય છે આવી અસર

ઘણી વાર માણસ સ્ટાઈલ મારવા અને સારો દેખાવાતે પગ ઉપર પગ ચડાવીને બેસે છે, પરંતુ તે નથી જાણતો કે આ રીતે બેસવાથી શરીરમાં કેટલી તકલીફો ઉભી થાય છે. મોટાભાગના લોકોને આ રીતે બેસવાની આદત હોય છે. આ રીતે બેસવામાં સરળતા રહે છે. જો કે, આ રીતે બેસવું શરીર માટે નુકસાનકારક છે. હેલ્થ એક્સરપર્ટ્સનું માનવું છે કે, આ રીતે બેસવાથી બ્લડ પ્રેશર અને વેરિકોઝ વેન્સ જેવી સમસ્યા વધે છે.

બ્લડ પ્રેશર પર માઠી અસર જોવા મળે છે.

ઘણા બધા હેલ્થ અભ્યાસમાં આ વાત સાબિત થઈ છે કે એક પગ પર બીજો પગ ચડાવીને બેસવાથી નર્વ્સ સિસ્ટમ પર દબાણ આવે છે. જેના કારણે બ્લડ પ્રેશર વધી જાય છે. આ જ કારણે બીપીના દર્દીઓએ આ રીતે બેસવાનું ટાળવું જોઈએ. સાથે જે લોકોને બીપીની સમસ્યા ના હોય તેમણે પણ લાંબા સમય સુધી ક્રોસ લેગની પોઝિશનમાં બેસવું ના જોઈએ.

બ્લડ સર્ક્યુલેશન પર અસર જોવા મળે છે.

ક્રોસ લેગ કરીને બેસવાથી માત્ર બ્લડ પ્રેશર પર અસર નથી થતી પરંતુ બ્લડ સર્ક્યુલેશન પણ ડિસ્ટર્બ થાય છે. આમ થવાનું કારણ છે કે જ્યારે એક પગ પર બીજો પગ ચડાવીને બેસવાથી બંને પગમાં બ્લડ સર્ક્યુલેશન સરખા પ્રમાણમાં થતું નથી. જેના કારણે પગમાં ખાલી ચડવા જેવી સમસ્યા થાય છે.

પેલ્વિક મસલ્સનું સંતુલન બગડે છે.

ક્રોસ લેગ પોઝિશનમાં બેસવાથી પેલ્વિક મસલ્સ અંસતુલિત થાય છે. રોજ ઘણા કલાકો સુધી આ સ્થિતિમાં બેસવાથી સાથળમાં ખેંચાણ, સોજો, ખાલી અથવા દુખાવા જેવી સમસ્યા થઈ શકે છે.

સાંધામાં તકલીફ ઉભી થાય છે.

એક જ જગ્યાએ અને ખાસ કરીને ઓફિસમાં ખુરશી પર 8-9 કલાક રોજ પગ પર પગ ચડાવીને બેસવાથી પગના સાંધામાં સમસ્યા થઈ શકે છે. ઘણીવાર આપણે સમજી નથી શકતાં કે, કસરત, યોગ કે ચાલ્યા બાદ સાંધામાં દુખાવો કેમ થાય છે. આ દુખાવાનું કારણ કંઈ બીજું નહીં પણ ક્રોસ લેગ પોઝિશન હોય છે.

કમરના નીચેના ભાગે દુખાવો ઉભો થાય છે.

શું તમને પણ ઉઠતી-બેસતી વખતે કમરના નીચેના ભાગમાં દુખાવો અથવા જકડાઈ ગયા હોય તેવું લાગે છે? જો તમારો જવાબ હા હોય તો તમારે બેસવાની સ્થિતિ સુધારવાની જરૂર છે. આજથી જ ક્રોસ લેગ પોઝિશનમાં બેસવાનું બંધ કરી દો.

ક્રોસ પગ કરીને ના બેસવાનું બીજું એક કારણ એ પણ છે કે આ સ્થિતિમાં લાંબો સમય બેસવાથી પાલ્સી અથવા પેરોનિયલ નર્વ પેરાલિસિસની સમસ્યા થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ ઘણા કલાકો સુધી આ સ્થિતિમાં બેસે તો નર્વ્સ ડેમેજ થઈ શકે છે.

બેસતી વખતે આ બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો આ બધી તકલીફો ન થાય.

ઓફિસમાં બેસીને કામ કરવાનું હોય તો સ્વાભાવિક છે કે વધુ હર્યા-ફર્યા વિના તમે બેસીને જ કામ કરશો. પરંતુ તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલી દરેક પ્રકારની સમસ્યાથી બચવા માગતા હો તો વચ્ચે-વચ્ચે ઊભા થઈને નાનો આંટો મારી આવો. ઓછામાં ઓછી દર 45 મિનિટે 5 મિનિટનો બ્રેક લો તે જરૂરી છે.

આપણે જો કલાકો સુધી બેસવાનું હોય તો શું કરશો?

એક સીટ પર રોજ કલાકો સુધી બેસીને કામ કરવાનું હોય તો થોડી થોડીવારે તમારી બેસવાની સ્થિતિ બદલતા રહો. વચ્ચે-વચ્ચે ખુરશી પરથી ઊભા થાવ અને ફરી બેસી જાવ. આમ કરવાથી શરીરનું હલનચલન થશે સાથે જ થાક વર્તાશે નહીં. હવે તમને થશે કે ખુરશીમાંથી વારંવાર ઊભા થવાથી સુસ્તી કેવી રીતે ઓછી થાય? તો આ સવાલના જવાબમાં નિષ્ણાતો કહે છે કે, કલાકો સુધી બેઠા પછી ઊભા થાવ તો બ્લડ સર્ક્યુલેશન ઝડપી થઈ જાય છે. જેના કારણે શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ વધી જાય છે અને આપણે તાજગી અનુભવીએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *