પુરુષો માટે ત્વચા સંભાળની ટિપ્સ: સ્ત્રીઓની જેમ પુરુષોના ચહેરા પર પણ ઘણા ખીલ, ડાઘ, બ્લેકહેડ્સ વગેરે જેવી સમસ્યા થતી હોય છે. જે તેમના ચહેરાનું આકર્ષણ દૂર કરે છે. તે જ સમયે, પુરુષો સ્ત્રીઓ કરતાં તેમની ત્વચાની કાળજી ઓછી લેતા હોય છે. પરંતુ કેટલાક ખાસ ઉપાયો અપનાવીને પુરુષો ફરી પોતાની ત્વચા અને ચહેરાને આકર્ષક અને ચમકદાર બનાવી શકે છે. આ ઉપાયોથી ડાઘ, ખીલ, બ્લેકહેડ્સ, કરચલીઓ વગેરે જેવી તમામ સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે. તો ચાલો પુરુષોની ત્વચા સંભાળની ટિપ્સ વિશે આજે આપણે જાણીએ.
પુરુષો માટે ત્વચા સંભાળ ટિપ્સ:
ટામેટાનો રસ
ટામેટાનો રસ એટલે કે ટમેટાના રસમાં વિટામિન સી વધારે માત્રામાં જોવા મળે છે. તેથી, અઠવાડિયામાં ઓછામાં ઓછું બે વાર, ટમેટાના રસમાં થોડો લીંબુનો રસ ઉમેરીને તેને સારી રીતે મિક્સ કરો અને ત્યાંર પછી તેને ચહેરા અને ગરદન પર લગાવો. જ્યારે આ મિશ્રણ સુકાઈ જાય, ત્યારે ચહેરો ધોઈ લેવો. તેનાથી તમારી ત્વચા ખુબ જ ચમકદાર બનશે.
બેસન અને દહીં
ખીલ, ડાઘ, ટેનિંગ વગેરે જેવી સમસ્યાથી છુટકારો મેળવવા માટે, ચણાનો લોટ અને દહીંથી બનાવેલ ફેસ પેક લગાવો. દહીં અને ચણાનો લોટ સમાન પ્રમાણમાં મિક્સ કરીને તમારા ચહેરા અને ગરદન પર લગાવો. 10-15 મિનિટ પછી જ્યારે પેસ્ટ સાવ સુકાઈ જાય ત્યારે તમારા ચહેરો સાફ પાણીથી ધોઈ લેવો. અઠવાડિયામાં બે વાર આ ઉપાય અપનાવો.
સફરજન
તેલયુક્ત ત્વચા, ખીલ વગેરેથી છુટકારો મેળવવા માટે સફરજનના ટુકડાને પીસીને પેસ્ટ બનાવો. ત્યારબાદ 1 ચમચી દહીં, 1 ચમચી લીંબુ મિક્સ કરીને ચહેરા પર લગાવો. તે પેસ્તના સૂકાયા બાદ 10-15 મિનિટ પછી તમારો ચહેરો સાફ પાણીથી ધોઈ લેવો. આ કરવાથી તમારા ચહેરા પર જલ્દીથી તમને અસર દેખાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.