સુંદર ત્વચા માટે લોકો શું શું નથી કરતા. મોંધા પ્રોડક્ટથી લઈને કેટલાંય પ્રકારના ટ્રીટમેન્ટ અને ફેશલ પેક પણ વાપરો છો. હવે સારી ત્વચા માટે એક આશ્ચર્ય કરી દે તેવો ટ્રેંડ સામે આવ્યો છે. આ ટ્રેંડ છે પોતાને થપ્પડ મારવાનો.
શું તમે ગ્લોઈંગ ફેસ માટે પોતાને થપ્પડ મારવા માટે તૈયાર છો? આને સ્લેપ થેરાપી કહેવાય છે. બ્યૂટી એક્સપર્ટનું માનવુ છે કે થપ્પડથી ચહેરામાં બલ્ડ ફ્લો વધે છે અને સ્કિન એનર્જેટિક હોય છે. ચહેરા પર ક્રિમ કે મોઈશ્ચરાઈઝર લગાવતા સમયે આવુ જ થાય છે.
એક્સપર્ટનું માનવુ છે કે થપ્પડ મારવુ કોલેજોન પર પણ કામ કરે છે જેનાથી સ્કિન નિખરે છે. થપ્પડ મારવાનો અર્થ એ નથી કે પોતાને ઈજા પહોંચાડવી. બસ તમારે તમારા ચહેરા પર થોડુ પ્રેશર આપવુ છે જેનાથી બ્લડ ફ્લો વધે. જ્યારે તમે આવુ કરશો તો તમારી સ્કિનમાં તાજગી આવશે. સ્લેપિંગ થેરાપીથી ક્રિમ અને ઓઈલને સ્કિનમાં એબ્જોર્બ થવામાં મદદ મળે છે. તેનાથી સ્કિન સોફ્ટ બની જાય છે.
કોરિયા અને અમેરિકામાં સુંદર સ્કિન માટે સ્લેપિંગ થેરાપી ખુબ જ લોકપ્રિય છે. લોકો સ્કિન સોફ્ટ રાખવા માટે અને રિંકલ્સને દુર કરવા માટે તેનો ખુબ જ ઉપયોગ કરે છે.