આજે લોકોમાં 80% બીમારી મોબાઈલના કારણે થઇ રહી છે. જાણો મોબાઈલ તમને કેવી કેવી બીમારીના શિકાર બનાવે છે ?

દિલ્હીના જતિનભાઈએ જણાવ્યું…

દિલ્હાના રહેવાસી જતિન ગોયલનો મોટાભાગનો સમય ફોનનો ઉપયોગ કરવામાં જ જાય છે. જતિન જાણે છે કે, મોબાઈલ ફોનનો વધુ ઉપયોગ તેના માટે ખતરનાક સાબિત થઈ શકે છે. પરંતુ તેમ છતાં પોતાના કામને કારણે તે મોબાઈલથી દૂર રહી શક્તો નથી. જતિન ફોન પર ઢળીને કામ કરે છે અને તેમને અનુભવાઈ રહ્યું છે કે, આ કારણે તેમના માથાના પાછળના ભાગમાં દુખાવો થઈ રહ્યો છે.

રિસર્ચમાં 1200 લોકોનો એક્સ-રે સામેલ કરાયો હતો.

જો તમે પણ પોતાના ફોનથી દૂર રહી શક્તા નથી. પણ એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. આ રિસર્ચ બતાવે છે કે, મોબાઈલના વધુ ઉપયોગથી યુવાઓના માથા પર સિંગડા ઉગવા લાગે છે. જે યુવાઓ માથાના વધુ ઢાળીને મોબાઈલ કે લેપટોપનો ઉપયોગ કરે છે, તેમની ખોપડીમાં સિંગડા વિકસિત થઈ રહ્યાં છે. ઓસ્ટ્રેલિયાની એક યુનિવર્સિટીના રિપોર્ટમાં સામે આવ્યું છે કે, 18 વર્ષથી 30 વર્ષની ઉંમરના લોકોમાં સિંગડા જેવુ હાડકુ વિકસિત થઈ રહ્યું છે. આ રિસર્ચમાં 18થી 86 વર્ષ સુધીના 1200 લોકોનો એક્સ-રે સામેલ કરવામાં આવ્યો હતો.

મોબાઈલ હવે કંકાલના સ્તર પર બદલાવ કરે છે.

આ રિસર્ચના મુજબ, મોબાઈલ ફોનનો ઉપયોગ કરનાર યુવકોના માથાનો સ્કેન બહુ જ ચોંકાવનારો નીકળ્યો હતો. આવા માથામાં હવે સિંગડા ઉગવા લાગ્યા છે. મોબાઈલ હવે કંકાલના સ્તર પર બદલાવ કરી રહ્યું છે. રિસર્ચમાં 18થી 30 વર્ષના એવા યુવકોને સામેલ કરવામાં આવ્યા છે, જે દિવસભાર મોબાઈલ પર અનેક કલાકો વિતાવે છે. દિલ્હીના સર ગંગારામ હોસ્પિટલના ન્યૂરોલોજિસ્ટ ડો.ઈશ આનંદે આ પ્રોસેસને સમજાવી.

ડો. ઈશ આનંદ જણાવે છે કે, કરોડરજ્જુથી શરીરનું વજન શિફ્ટ થઈને માથાના પાછળના ભાગની માંસપેશિઓ સુધી જાય છે. તેનાથી કનેક્ટિંગ ટેંડન અને લિગામેન્ટ્સમાં હાડકુ વિકસીત થાય છે. તેના પરિણામે યુવકોમાં હુક કે સિંગની જેમ હાડકા વધી રહ્યાં છે. જે ગરદનની એકદમ ઉપરની તરફ ખોપડીની બહાર નીકળેલું છે. આ હોસ્પિટલના ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટના ડો.રજત ચોપડાના અનુસાર, મોબાઈલના જરૂરથી વધુ ઉપયોગને કારણે માથામાં હાડકુ નીકળી રહ્યું છે. આ હાડકાને કારણે તમારા માથાનો આકાર જ બદલાઈ જશે. તેને કારણે માથામાં દુખાવો પણ વધશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *