સુરતમાં 3,904 કરોડના ખર્ચે બનાવામાં આવશે આ ખાસ વસ્તુ- જાણો વિગતે

સુરત મ્યૂનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ વર્ષ 2020-2021નું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું. આ બજેટ મામલે બંછાનિધી પાનીએ માહિતી આપતા કહ્યું હતુ કે, સ્માર્ટ સિટી સુરત દુનિયામાં સૌથી ઝડપી વિકાસ પામી રહ્યું છે. આ બજેટ વાસ્તવલક્ષી બજેટ છે. સમગ્ર શહેરને કચરાથી મુક્ત કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક વોર્ડમાં નળથી 24 કલાક પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવાનો સંકલ્પ છે. શહેરમાં 9 બ્રિજ, 150 ઈલેક્ટ્રીક બસો, રિવર ફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે 3,904 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.

હાઈડ્રોલિક વિભાગના આવનારા વર્ષમાં મુખ્ય ધ્યેય અંતર્ગત દરેક ઝોનમાં 100 ટકા પાઈપ લાઈનથી નળ જોડાણો આપવામાં આવશે. પુરતી માત્રામાં પાણી પુરવઠો પુરો પાડવા સાથે ઉત્તમ ગુણવત્તા સભર પાણી પુરવઠો આપવામાં આવશે. 24*7 પાણી પુરવઠા યોજના હેઠળના વિસ્તારોમાં નળ થકી શુધ્ધ પીવા યોગ્ય પાણી આપવાની સાથે વિક્ષેપ વગર અવિરત પાણી પુરવઠા માટે બરાજનું આયોજન કરવામાં થયું છે. સુરત શહેરમાં ગરેકાયદેસર નળજોડાણોને કાયદેસર કરી નોન-રેવન્યુ વોટર ઓછું કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ઓવરબ્રિજ માટે 419 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.

ફ્લાય ઓબરબ્રિજના શહેર તરીકે ઓળખ પામી ચુકેલા સુરતમાં નવા નવ બ્રિજ સહિતના બ્રિજ માટે 419 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.

ફ્લાય ઓવર બ્રિજ

સાઉથ ઈસ્ટ લિંબાયત ઝોન વિસ્તારમાં ખરવરનગર જંકશનથી આંજણા તરફ જતા રસ્તા પર ભાઠેના જંકશન પર 50 કરોડનો ખર્ચે બનશે. સાઉથ ઈસ્ટ ઝોન(લિંબાય)માં ડ્રા.ટી.પી.62 (ડિંડોલી-ભેસ્તાન-ભેદવાડ)માં ડિંડોલી ખરવાસા રોડ અને મીડિલ રિંગરોડ જંકશન સાંઈ પોઈન્ટ પાસે ચાર રસ્તા પર સર્કલ ફ્લાય ઓવર બ્રિજ પર 40કરોડના ખર્ચે બનાવામાં આવશે. સાઉથ વેસ્ટ(અઠવા) ઝોન વિસ્તારમાં બ્રેડ લાઈનર જંકશન પર અંડર બ્રિજ 50 કરોડના ખર્ચે બનાવામાં આવશે.

રેલવે ઓવરબ્રિજ

સાઉથ ઈસ્ટ (લિંબાયત) ઝોન વિસ્તારમાં ડિંજોલી માનસરોવર સોસાયટી પાસે 40 કરોડના ખર્ચે બનશે. સુરત મુંબઈ મેઈન રેલવે લાઈન પર કિ.મી. 256/22 પર સંતાબીલ બેકરી પાસે સુરત-નવસારી મેઈન રોડ અને અકલેરા વિસ્તારને જોડતા બ્રીજ 60 કરોડનો ખર્ચે તૈયાર થશે. અમરોલી સાયણ રોડ પર કોસાડ ક્રીભકો લાઈન LC નંબર 05 ઉપર 80 કરોડના ખર્ચે તૈયાર થશે.. સાઉથ ઈસ્ટ (લિંબાયત) ઝોન વિસ્તારમાં ઉધના યાર્ડ ખાતે સુરત-ભુસાવલ રેલવે લાઈન પર સાંઈબાબા મંદિર પાસે લિંબાયત-ડિંડોલી વિસ્તારને જોડતો રેલવે અંડરપાસ 45.10 કરોડના ખર્ચે તૈયાર થશે.

સાઉથ ઝોન વિસ્તારમાં બમરોલી ખાતે આવેલ હયાત ડો.હેડગેવાર બ્રિજનું વાઈડનિંગ 8.35 કરોડના ખર્ચે બનશે. વરાછા વિસ્તારમાં ટી.પી. સ્કીમ નં 21 (સરથાણા-સીમાડા)માં શ્યામધામ સોસાયટી નજીક ખાડી બ્રિજ 6 કરોડના ખર્ચે બનાવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *