માસ્કના દંડ માટે યુવકને મહિલાની હાજરીમાં બેફામ ગાળો ભાંડનાર સામે SMC એ કરી કડક કાર્યવાહી- જાણો અહી

માસ્ક વિનાના ટુ વ્હીલર વાહન ચાલકની પાછળ બેઠેલા શખ્સને માસ્ક ન પહેરેલ હોવાથી તેઓને કોવિડ-૧૯ માટે જરૂરી માસ્કનો ઉપયોગ ન કરવા બદલ દંડકીય પગલા લેવાની સાથે વાહન ચાલક સાથે અભદ્ર ભાષા (ગાળાગાળી)માં વર્તણુંક કરી અને તે પણ ટીમનાં મહિલા કર્મચારીની હાજરીમાં તેઓની માન મર્યાદા ન જાળવી અપશબ્દ બોલી ટુ વ્હીલર વાહન ચાલક સાથે અશોભનિય ગેરવર્તણુંક કરેલ જે બાબતે વિડીયો વાઈરલ થતા SMC એ કડક કાર્યવાહી કરતા આ કર્મચારી પર ગાજ વરસાવી છે.

શું હતી સમગ્ર ઘટના:
એસ.એમ.સી.કર્મચારી દ્વારા એક બાઈક સવાર ને ઉભો રખાયો હતો અને માસ્ક માટે દંડ વસુલ કરવાની કામગીરી કરવામાં આવી રહી હતી. ત્યારે બાઈક ચાલક ની બાઈકની ચાવી પાલિકા કર્મચારી દ્વારા કાઢતા બાઈકસવારે વિરોધ નોંધાવ્યો હતો. જેમાં બંન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા એસ.એમ.સી કર્મચારીઓ દ્વારા અપશબ્દો બોલાયા હતા.

વાઈરલ વીડિયો પ્રમાણે, એક બાઈક પર બે શ્રમજીવી યુવક જતા હોય છે. દરમિયાન પાલિકા અધિકારીઓ અટકાવે છે. જેમાં બાઈક પાછળ સવાર યુવકનું માસ્ક પવનના કારણે થોડું નીચે હોવાથી તેની પાસેથી દંડ વસૂલ કરવાની તૈયારી કરે છે. દરમિયાન બંને યુવકો તેનો વિરોધ કરે છે. જેથી ઉશ્કેરાઈ ગયેલા એક પાલિકા અધિકારી હાથ ઉગામે છે અને બાઈકની ચાવી કાઢવાનો પ્રયાસ કરી બાઈક સાઈડમાં લેવા દબાણ કરે છે. જોકે, યુવકોના વિરોધના કારણે વધું ઉશ્કેરાઈ ગયેલા પાલિકાના અધિકારી ગાળો આપવા લાગે છે. આ તમામ ઘટનાનો વીડિયો યુવકોએ પોતોના મોબાઈલમાં કેદ કરી લીધો હોય છે. જે હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. બાઈક સવારની બાજુમાં મહિલા ઉભી હોવા છતાં કર્મચારી દ્વારા ભૂંડી ગાળો અપાઈ હતી. આ ઘટના સુરતના મોટા વરાછા વિસ્તારના સુદામા ચોક વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે.

આ સમગ્ર ઘટનાનો જે વિડીયો વાયરલ થયેલ અને સદર ખબર સમાચારપત્રોમાં પ્રસિધ્ધ થયેલ જેથી સુરત મહાનગરપાલિકાની છબી ખરડાઈ હતી. જેને લઈને SMC દ્વારા ગેરશિસ્ત બદલ પગલા લેતા માટે તાલીમાર્થી કર્મચારી ત્રીજી શ્રેણી કલાર્ક સંદિપભાઈ પી. વિરાસને તાલીમ માટે ગેરલાયક ઠેરવી સુરત મહાનગરપાલિકાની ફરજમાંથી છુટા કેમ ન કરવા તે માટે કારણદર્શક નોટીસ આપવામાં આવેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *