જેએનયુ માં વિદ્યાર્થીઓનો સાથ આપવા માટે પહોંચેલી બોલિવૂડ અભિનેત્રી પાછલા કેટલાક દિવસોમાં બીજેપી સાંસદ સાક્ષી મહારાજે આરોપ લગાવ્યો હતો. હવે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ દીપિકા પર નિશાન સાધ્યું છે.
તેણે કહ્યું કે દીપિકા દેશના ટુકડા કરવા માંગે છે, એવા લોકોની સાથે તે ઊભી રહી. એક કાર્યક્રમમાં જેએનયુ મામલે બોલતા સ્મૃતિ ઈરાની એ દીપિકા ઉપર આકરા પ્રહારો કર્યા. તેણે કહ્યું કે જેણે પણ આ સમાચાર (જેએનયુ માં દીપિકાનું જવું) વાંચ્યા હશે તે જરૂર જાણવા માગતા હશે કે પ્રદર્શનકારીઓ વચ્ચે તે કેમ ગઈ? આ એક હિરાનીની વાત છે કે તે એવા લોકો સાથે ઊભી રહી જે ભારતના ટુકડા કરવા માંગે છે. તે એવા લોકો સાથે ઊભી રહી જેમણે લાકડીઓથી છોકરીઓના પ્રાઇવેટ પાર્ટ પર હુમલો કર્યો.
. @smritiirani takes down Deepika Padukone for supporting Bharat Tere Tukde Gang pic.twitter.com/XzqTmSjeaN
— Tajinder Pal Singh Bagga (@TajinderBagga) January 10, 2020
સ્મૃતિએ દીપિકા કોને સમર્થન કરે છે તેનો ખુલાસો કર્યો
બીજેપી નેતા તેજેન્દ્ર પાર્ક બગ્ગાએ સ્મૃતિ ઈરાનીની આરટી પણ એનો એક વીડિયો પણ ટ્વીટ કર્યો છે. દીપીકા કોને સપોર્ટ કરે છે તે પણ કહ્યું. સ્મૃતિએ કહ્યું કે 2011માં દીપિકાએ કહ્યું હતું કે તે કોંગ્રેસને સપોર્ટ કરે છે. સ્મૃતિએ jnu હુમલા વિશે કહ્યું કે હજી તપાસ ચાલી રહી છે.તેણે કહ્યું કે પોલીસ તરફથી તપાસ પૂર્ણ રીતે કોર્ટ સામે ન મૂકવામાં આવે ત્યાં સુધી કશું પણ કહેવું ઠીક નહીં હોય.
સાક્ષી મહારાજે પણ લગાવ્યો હતો આરોપ
જણાવી દઈએ કે સાક્ષી મહારાજે પણ દીપિકા પાદુકોણ ઉપર તે ટુકડે ટુકડે ગેંગની હોવાનો આરોપ લગાવ્યો છે.તેમણે એમ પણ કહ્યું કે જેએનયુ માં ગયા બાદ દીપિકાએ પોતાની જાતને લૂંટાઈ ગઈ હોવાનો અનુભવ કર્યો હશે. વિદ્યાર્થી નેતા કનૈયા કુમાર સાથે ઉભા રહેવાથી તેમની આત્મા રડી હશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.