ગુજરાત(Gujarat): રાજ્યમાં રાજકોટ(Rajkot)ના સરકારી વકીલ(Lawyer) સમીર ખીરાની ઓફિસમાં ચોરે હાથફેરો કર્યો હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર, તસ્કરે તાળા તોડી રૂ.1.50 લાખની રોકડની ચોરી કરી અને તે ત્યાંથી ફરાર થઇ ગયો છે. ચોરી કરતો તસ્કર સીસીટીવી કેમેરા(CCTV camera)માં માં કેદ થઇ ગયો છે. આ અંગે વકીલે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન(Pradyumnagar Police Station)માં ફરિયાદ નોંધાવી છે અને હાલમાં પોલીસ દ્વારા ગુનો નોંધી ચોરની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
શનિવારના રોજ રાત્રે 2 વાગ્યા આસપાસ ચોરી થઇ હતી:
ચૌધરી હાઈસ્કૂલ પાસે ઉમેશ કોમ્પ્લેક્સમાં આવેલી સરકારી વકીલ સમીર ખીરાની ઓફિસમાં શનિવારના રોજ રાત્રે 2 વાગ્યાની આસપાસ એક ચોર ત્રાટક્યો હતો અને ઓફિસના તાળા તોડી અંદર પ્રવેશી રોકડ લઈ ફરાર થઇ ગયો હતો. શનિવારના રોજ મોડીરાત્રે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો અને બીજે દિવસે રવિવાર હતો. આ કોમ્પ્લેક્સમાં મોટાભાગે વકીલોની જ ઓફિસ હોવાને કારણે વકીલો દ્વારા રવિવારે ઓફિસ ખોલવામાં આવતી નથી. જોકે કોઈ કારણોસર અને કામકાજ રવિવારે રાત્રે કોઈ વકીલ પોતાની ઓફિસે આવ્યા હોય અને તેમણે જોયું કે બીજા માળે આવેલી 114 નંબરની ઓફિસ જે સમીર ખીરાની છે તેના તાળુ તૂટેલું હોય અને ઓફિસ ખુલી હતી જેને કારણે તુરંત સમીરભાઈને જાણ કરવામાં આવી હતી.
સમીરભાઈ લાયસન્સ ક્લબના સભ્યો સાથે જૂનાગઢ ફરવા માટે ગયા હતા. અહીં તેમને ફોન કોલ આવતા તેઓ રાજકોટ પોતાની ઓફિસે તાત્કાલિક પહોંચી ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પ્રદ્યુમનનગરના પીઆઇ એલ.એલ. ચાવડા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરની ઓળખ કરી છે. આ રીઢા આરોપીને ઝડપી લેવા પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. તસ્કર હાથમાં એક લોખંડનો સળિયો લઈને આવ્યો હતો કે જે સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે.
વકીલ ખીરાની ઓફિસમાં ચોરી થતા પોલીસે સીસીટીવી ફુટેજ તપાસ્યા હતા. હાલમાં તો પોલીસ દ્વારા સીસીટીવીના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.