ફરી એક વખત હિટ એન્ડ રનની ઘટના આવી સામે- બાઈક ચાલકને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા નીપજ્યું કરુણ મોત

ગુજરાત(Gujarat):(Patan) શહેરના હાઇવે માર્ગો પરથી પુરપાટ ઝડપે અને જેમ તેમ વાહન હંકારવાને કારણે  અવારનવાર નાના-મોટા માર્ગ અકસ્માત(Accident)ના બનાવોને અંજામ આપવામાં આવી રહ્યો છે. જેને કારણે  અનેક નિર્દોષ લોકોને મોતને ભેટવું પડે છે. ત્યારે આવો જ એક માર્ગ અકસ્માતનો બનાવ સોમવારના રોજ સવારે પાટણ ચાણસ્મા હાઇવે રોડ(Chanasma Highway Road) પર રાજપુર ગામ પાસે બન્યો છે. અજાણ્યા વાહનચાલકે સિદ્ધપુરના આશાસ્પદ બાઇક ચાલકને પાછળથી જોરદાર ટક્કર મારી મોત નીપજ્યું હતું અને બાઈક ચાલક પોતાનું વાહન લઈને ભાગી છૂટ્યો હતો.

મળતી માહિતી અનુસાર, સિદ્ધપુર ગોકુલ યુનિવર્સિટીમાં ફોટોગ્રાફીના વ્યવસાય સાથે સંકળાયેલા અને સિદ્ધપુરમાં નવાવાસ તુરી બારોટ વાસમાં રહેતા 55 વર્ષના અમરતભાઈ મગનલાલ તુરી બારોટ સોમવારના રોજ વહેલી સવારે પોતાનું બાઈક નંબર લઈને કંબોઈ ગામે લોકાચાર માટે નીકળ્યા હતા. ત્યારે પાટણથી ચાણસ્મા હાઇવે પર રાજપુર ગામ પાસે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેઓના બાઇકને પાછળથી જોરદાર ટક્કર મારી બાઇક ચાલક અમરતભાઈ બારોટને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ગંભીર ઈજાઓને કારણે ઘટના સ્થળ પર જ તેમનું મોત નીપજ્યું હતું.

આ માર્ગ અકસ્માતની ઘટનાની જાણ માર્ગ પરથી પસાર થઈ રહેલા અન્ય વાહન ચાલકોને તેમજ આજુબાજુના લોકોને થતાં ઘટનાસ્થળે ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસની ટુકડી ઘટનાસ્થળે આવી મૃતદેહને પીએમ અર્થે પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.પાટણ ચાણસ્મા માર્ગ પર સિદ્ધપુરના આશાસ્પદ વ્યક્તિનું અકસ્માતમાં કરુણ મોત નિપજ્યું હોવાના સમાચાર મૃતકના પરિવારજનોને તેમાં સગા સંબંધીઓને થતાં તેઓ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને હૈયાફાટ રુદન કરતાં વાતાવરણમાં શોકની લાગણી છવાઈ જવા પામી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *