સુરતમાં મોડીરાત્રે બે દુકાન પર તસ્કરો ત્રાટકયા, હજારો રૂપિયાનો મુદ્દામાલ લઈને થયા ફરાર

સુરત(Surat): શહેરના અડાજણ(Adajan) વિસ્તારમાં આનંદ મહલ રોડ સ્થિત શ્રીધર કોમ્પ્લેક્ષમાં આવેલી મેડીકલ સ્ટોર અનેઓટો મોબાઇલ નામની દુકાનના તાળા તોડી તસ્કરો રોકડા 35 હજારની મત્તા ચોરી(Theft…

સુરત(Surat): શહેરના અડાજણ(Adajan) વિસ્તારમાં આનંદ મહલ રોડ સ્થિત શ્રીધર કોમ્પ્લેક્ષમાં આવેલી મેડીકલ સ્ટોર અનેઓટો મોબાઇલ નામની દુકાનના તાળા તોડી તસ્કરો રોકડા 35 હજારની મત્તા ચોરી(Theft in Surat)ને ભાગી ગયા હતા. વાહનોની અવરજવરથી સતત ધમધમતા રોડ પર તસ્કરોએ બે દુકાનના તાળા તોડતા અડાજણ પોલીસ દોડતી થઇ ગઇ છે. અડાજણના આનંદ મહલ રોડ પર ગત રાત્રે તસ્કરો ત્રાટકયા હતા.

તસ્કરોએ શ્રીધર કોમ્પ્લેક્ષમાં આવેલી ટ્રસ્ટ મી નામના મેડીકલ સ્ટોરનું શટર વચ્ચેથી ઉંચું કરી અંદર પ્રવેશી કેશ કાઉન્ટરમાંથી રોકડા 30 હજાર અને બાજુમાં સત્યમ ઓટો મોબાઇલ નામની પાર્ટસની દુકાનનું પણ શટર વચ્ચેથી ઉંચું કરી રોકડા 5 હજાર મળી કુલ 35 હજારની મત્તા ચોરીને ભાગી ગયા હતા.

ઘટનાની જાણ થતા મેડીકલ સ્ટોરના માલિક પ્રશાંત નવી ગોલાણીયા અને ઓટો પાર્ટસની દુકાનના માલિક કૌશલેશ દયાશંકર મિશ્રા દોડી આવ્યા હતા અને અડાજણ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. આનંદ મહલ રોડ પર રાત્રે પણ વાહનોની અને લોકોની અવરજવર ચાલુ હોય છે તેમ છતા તસ્કરો બિન્દાસ્તપણે ચોરીનો કસબ અજમાવીને ભાગી ગયા હતા.

હાલમાં આ ચોરીના બનાવને લઈને પોલીસ એકશનમાં આવી છે અને આ અંગે પોલીસે ચોરીનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. સુરતના અલગ અલગ વિસ્તારમાં અનેક વાર આવી રીતે તસ્કરો ચોરીને અંજામ આપી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *