રાજકોટ: નાગ અને નાગણીનો પ્રણય ખુબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. જયારે નાગ અને નાગણી પ્રણય કરી રહ્યા હોય છે ત્યારે જો તેમને હેરાન કરવામાં આવે તો તે જોખમી સાબિત થઇ શકે છે. આવી જ રીતે સિંહ અને સિંહણનું આ પ્રકારનું પ્રણય ભાગ્યે જ જોવા મળતું હોય છે. આ સમય દરમિયાન હેરાન કરે તો તે હુમલો કરી દેતા હોય છે. ત્યારે આવો જ એક નાગ અને નાગણીનો પ્રણય રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે જોવા મળ્યો છે અને સમગ્ર પ્રણય કેમેરામાં કેદ થઇ ગયો છે. આ દ્રશ્યોને કેમેરામાં એક ખેડૂત દ્વારા કેદ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, ભાગ્યે જ જોવા મળતી ઘટના ધોરાજી પાસે આવેલા એક ભુતવડ ગામના એક ખેડૂતના ખેતરમાં જોવા મળી હતી. હાલમાં ખેતરમાં કોઈ પણ પ્રકારનું વાવેતર ન કર્યું હોવાથી ખુલ્લા ખેતરમાં નાગ અને નાગણી એક બીજા સાથે સંપર્કમાં જોવા મળ્યા હતા. ખેતરના ખેડૂતના કહ્યા અનુસાર સતત ૩૦ મિનીટ સુધી નાગ અને નાગણી પ્રયણ કરતા રહ્યા હતા. મહત્વનું છે કે, નાગ અને નાગણીનો પ્રયાણ ભાગ્યે જ દેખાય છે અને તેને જોવો દુર્લભ ગણાય છે.
રાજકોટ જિલ્લાના ધોરાજી વિસ્તારમાં મેઘરાજા ન વરસતા ખેડૂતો ચિંતાતુર બન્યા હતા. ગામના ખેડૂતોએ ભીમ અગિયારસના દિવસે ખેતરોમાં વાવણી કરી દીધી હતી. ત્યારબાદ વરસાદ ન આવતા ખેડૂતો ચિંતામાં ગરકાવ થઇ ગયા હતા. હજુ પણ જો વરસાદ ન પડે તો મગફળી, કપાસ અને સોયાબીન જેવા પાકને નુકસાન થઇ શકે છે. વરસાદ આવે તે માટે ભુતવડ ગામના ખેડૂતોએ રામધુન બોલાવી હતી.
મળતી માહિતી અનુસાર, ભુતવડ ગામના ખેડૂતોએ પોતાના ખેતરોમાં બેસીને વરસાદ આવે તે માટે રામધુન બોલાવી હતી ભગવાનને પ્રાથના કરી હતી. ગયા વર્ષે અતિવૃષ્ટિ અને માવઠાને લઈને ખેડૂતોને ખુબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. જોકે ત્યારબાદ આ વર્ષે વાવણીનો વરસાદ થયા બાદ વરસાદ પાછો ખેંચતા ખેડૂતો વરસાદ માટે રામધુન અને ભગવાનને પ્રાથના કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.