હાલમાં એક આનંદનાં સમાચાર સામે આવી રહ્યાં છે. વાઘોડિયામાં આવેલ કોટંબી સ્તિથ આજે બરોડા ક્રિકેટ એસોશિએસનની માલિકીના ગ્રાઉન્ડમાં પ્રમુખે પ્રણવ અમીને સૌપ્રથમ મેચની શરૂઆત કરવી હતી. BCA દ્વારા 2 વર્ષમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્ટેડિયમનું સંપૂર્ણ કામ પૂર્ણ કરીને વર્ષ 2023 વર્લ્ડકપની મેચ લાવવા માટેનાં પ્રયાસો હાથ ધરવામાં આવશે.
ક્રિકેટ ગ્રાઉન્ડમાં આજે પ્રથમ મેચ માટે પ્રમુખ પ્રણવ અમીન તથા ઉપપ્રમુખ શિતલ મહેતા સહિતના હોદ્દેદારો અને એપેક્ષ કાઉન્સિલના સભ્યો તેમજ ગેસ્ટ ઓફ ઓનર કિરણ મોરેએ પૂજા કરી હતી. પ્રમુખ પ્રણવ અમીને બેટિંગ તથા ટોસ ઉછાળીને ઉદ્ઘાટન કર્યું હતું.
બીજી બાજુ કોટંબી સ્ટેડિયમ સુધી પહોંચવા માટે 2 રસ્તાનો ઉપયોગ કરવામાં આવશે. 3.5 મિટરના એક રસ્તાને રાજ્ય સરકાર કુલ 7 મિટર પહોંળો કરી આપશે, જેનું કામ આગામી દિવસોમાં શરૂ કરવામાં આવશે. બીજો મગર લગભગ 9 મિટરનો બનાવવા માટે BCA આજુબાજુની ખાનગી જમીનની ખરીદી કરશે.
કોટંબી ગ્રાઉન્ડમાં હાલની સ્થિતિમાં એક મુખ્ય વિકેટ તથા કુલ 19 પ્રેક્ટિસ વિકેટ બનાવવામાં આવી છે. આની ઉપરાંત કોટંબીમાં 1-1 વિકેટના બે અલાયદા ગ્રાઉન્ડ તૈયાર કરવાનું આયોજન રહેલું છે. કોટંબીમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્ટેડિનું કામ ઝડપથી પુર્ણ કરવા માટે 4 કોન્ટ્રરેક્ટર્સને કામે લગાવી દેવામાં આવ્યા છે. સ્ટેડિયમ બનાવવાં માટે કુલ 150 કરોડનો ખર્ચ કરવામાં આવશે.
માલિકીના ગ્રાઉન્ડ પર સૌપ્રથમ મેચમાં ક્યા મહાનુભવોની હાજરી રહેશે ?
પ્રણવ અમીન, કિરણ મોરે, અતુલ બેદાડે, કોનોર વિલિયમ્સ, શિતલ મહેતા, અજીત લેલે, અજીત પટેલ, પરાગ પટેલ, કલ્યાણ હરીભક્તિ, જય બક્ષી, અમર પેટીવાલે, સત્યજીતસિંહ ગાયકવાડ, રવિ દેશમુખ, રાકેશ પરીખ, ચંદ્રકાંત શેઠ, મેહુલ પટેલ, નચીકેત બાજરીયા, ખગેશ અમીન, અક્ષત પટેલ, વાસુદેવ પટેલ, રાજેશ પટેલ, કિરણ દવે, અભય પાલકર, સંજય હઝારે, દક્ષેશ ગાંધી, શિશિર હતંગડી વગેરે મહાનુભાવો ઉપસ્તિથ રહેશે.
બરોડા ક્રિકેટ એસો.ની માલિકીના કોટંબી ગ્રાઉન્ડમાં આજે રમાયેલી પહેલી મેચમાં મોતીબાગ ક્રિકેટ ક્લબનો 8 વિકેટે વિજય થયો હતો. કોટંબી ગ્રાઉન્ડમાં આજે કિરણ મોરે પ્રિમિયર T-20 લીગ ટુર્નામેન્ટ અંતર્ગત પ્રથમ મેચ રમવામાં આવી હતી. મોતીબાગ ક્રિકેટ ક્લબ તથા અકોટા ક્રિકેટ ક્લબ વચ્ચે મુકાબલો થયો હતો.
મોતીબાગ ક્રિકેટ ક્લબે ટોસ જીતીને અકોટાની ટીમને બેટિંગ આપી હતી. અકોટાની ટીમ 17.3 ઓવરમાં કુલ 95 ૯૫ રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. મોતીબાગ ક્રિકેટ ક્લબે માત્ર 15.5 ઓવરમાં 2 વિકેટ ગુમાવી કુલ 96 રનનો લક્ષ આસાનીથી પ્રાપ્ત કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle