લોકસભામાં સરકાર દ્વારા આપવામાં આવેલા આંકડાઓ માં ચોંકાવનારી વિગતો બહાર આવી છે જે જાણીને કદાચ તમે પણ કહેશો મોદી સરકાર પાકિસ્તાનીઓની નાપાક હરકતો બંધ કરાવવામાં નિષ્ફળ રહી છે. છેલ્લા ચાર વર્ષના સમયગાળામાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓની ઘટના મા 177 ટકાનો વધારો થયો છે. વર્ષ 2014માં રાજ્યમાં આતંકવાદની 222 ઘટનાઓ નોંધાઈ હતી. જ્યારે 2018માં આ સંખ્યા વધીને 614 ની થઈ.
જમ્મુ-કાશ્મીરના પુલવામાં જિલ્લામાં ગુરૂવારે થયેલા આતંકવાદી હુમલાને લીધે સુરક્ષા બળો માં રોષનો માહોલ છે. સમગ્ર દેશમાં પાકિસ્તાન વિરુદ્ધ જુવાળ ફરી વાર ઉભો થયો છે. 2010માં દંતેવાડામાં થયેલા હુમલામાં 75 સુરક્ષા કર્મીઓ શહીદ થઈ ગયા હતા. ત્યારબાદ બેકફૂટ પર ધકેલાઈ ગયેલી યુપીએ સરકાર પર ખૂબ માછલા ધોવાયા હતા. આ ઘટના બાદ સુરક્ષા બળ પર બીજો મોટો હુમલો છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલય માં ગૃહરાજ્યમંત્રી હંસરાજ આહિરે 5 ફેબ્રુઆરી 2019 ના રોજ લોકસભામાં આપેલા જવાબ પ્રમાણે કાશ્મીરમાં છેલ્લા પાંચ વર્ષમાં એટલે કે 2014 થી 2018 વચ્ચે આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોની સંખ્યા ૯૪ ટકાનો વધારો થયો છે. વર્ષ 2014 થી 2018 વચ્ચે જમ્મુ કાશ્મીરમાં કુલ 1708 આતંકવાદી હુમલાઓ થયા, જેમાં 339 જવાન શહીદ થયા. હંસરાજ આહીર દ્વારા અપાયેલા જવાબ પ્રમાણે 2014માં 47 જવાન શહીદ થયા હતા. જ્યારે 2018માં આંકડો લગભગ બમણો થઇને ૯૧ ટકા થઇ ગયો. આમ વર્ષ ૨૦૧૪ ની તુલના કરીએ તો જમ્મુ-કાશ્મીરમાં શહીદ થયેલા જવાનોની સંખ્યા લગભગ 94 ટકા જેટલી વધી છે.
તમને જણાવી દઈએ કે છેલ્લા ચાર વર્ષના સમયગાળામાં આતંકવાદી હુમલાઓની ઘટનાઓમાં 177 ટકાનો વધારો થયો છે જે ખૂબ શરમજનક કહેવાય. વર્ષ 2014માં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓની સંખ્યા માત્ર 222 હતી જ્યારે 2018માં આ સંખ્યા 614 ની થઈ ગઈ.
માત્ર જવાનો જ નહીં પરંતુ જમ્મુ-કાશ્મીરના નાગરિકોના પણ મોતની સંખ્યામાં વધારો થયો છે. 2014 થી 18 આતંકી ઘટનાઓમાં 138 નાગરિકોની મોત થઈ હતી. જ્યારે 2014ની ઘટનાઓમાં કુલ ૨૮ નાગરિકો માર્યા ગયા હતા. જ્યારે 2018માં 38 નાગરીકોની હત્યા થઈ ચૂકી છે.
Ro મંત્રાલય દ્વારા આપવામાં આવેલા જવાબ અનુસાર છેલ્લા પાંચ વર્ષોમાં આતંકવાદની સૌથી વધુ ઘટનાઓ 2018માં નોંધાઈ હતી. જે 2017ની તુલનામાં 80 ટકા વધુ હતી ઇન્ડિયાસ્ટેન્ડ ના 2018 ના રિપોર્ટ અનુસાર જમ્મુ-કાશ્મીરમાં 2017 સુધીમાં 28 વર્ષમાં આતંકવાદની આતંકવાદ ની 70 હજારથી વધુ ઘટનાઓ થઈ હતી. જેમાં 22143 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. ત્યારે 13976 નાગરિકોને પોતાના જીવ ગુમાવ્યા છે. જ્યારે દેશના 5123 જવાન શહીદ થઈ ગયા હતા.