દોસ્તો આજે અમે તમને એવા ડેમ વિશે જણાવવા જઇ રહયા છીએ. જે તુટે ગયો તો ઉત્તર ભારતની સાથે સાથે આખું પાકિસ્તાન ડુબી જશે. દેશની સૌથી મોટી બહુઉદ્દેશીય નદી ઘાટી પરિયોજના, ભાખડા નાંગલ પરિયોજનાને ૨૨ ઓકટોબર ૧૯૬૩માં દેશન સમર્પિત કરવામાં આવી હતી.
હિમાચલ પ્રદેશના બિલાસપુર જીલ્લામાં સતલુજ નદી પર બનેલો ભાખડા નાગલ ડેમ દેશનો સૌથી લાંબો ડેમ છે. આ ટિહરી ડેમ પછી દેશનું બીજું સૌથી ઉંચુ અને દુનિયાનો ત્રીજો સૌથી ઉંચો ડેમ છે. તેનાથી મોટો બોલ્ડર ડેમ અમેરિકામાં છે. ભાખડા નાંગલ ડેમનું નિર્માણ ૧૯૪૮માં શરૂ થયું અને અમેરિકી ડેમ નિર્માતા હાર્વે સ્કોલેમના નિર્દેશમાં ૧૯૬૨માં તેનું નિર્માણ પુરુ થયું હતું. રર ઓકટોબર ૧૯૬૩ના તત્કાલીન પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરૂએ તેનું ઉદઘાટન કર્યું હતું. તેનો મુખ્ય ઉદ્દેશ્ય સિંચાઇ અને વીજળી ઉત્પાદન છે.
આ ડેમ પર લાગેલા પનબિજલી સંયંત્રથી ૧૩૨૫ મેગાવોટ વીજળીનું ઉત્પાદન થાય છે. જેનાથી પંજાબ સિવાય હરીયાણા, રાજસ્થાન, ગુજરાત અને હિમાચલપ્રદેશને વિજળીની આપૂર્તિ થાય છે. આ પરિયોજનાથી ઉદઘાટન સમયે પંડિત જવાહરલાલ નહેરૂએ કહયું હતું, ભાખડા નાંગલ પરિયોજનામાં કંઇક આશ્ર્ચર્યજનક છે, કંઇક વિસ્મયકારીક છે, કંઇક એવું છે જેને જોઇને તમારા દિલમાં હિલોાળા ઉઠે છે. ભાખડા પુનરૂત્થિત ભારતનું નવીન મંદિર છે અને આ ભારતની પ્રગતિનું પ્રતિક છે.
શિવાલિક પહાડીયોની વચ્ચે બનેલો ભાખડા બાંધ ૭૪૦ ફૂટ ઉંચો અને ૧૭૦૦ ફૂટ લાંબો છે. આધારમાં તેની પહોળાઇ ૬૨૫ અને ઉપર ૩૦ ફૂટ છે. તે તેનાથી ૧૩ કિલોમીટર દુર નીચે સ્થિત નાગલા ડેમ ૯૫ ફુટ ઉંચો અને ૧૦૦૦ ફૂટ લાંબો છે. આ રાજસ્થાન, પંજાબ અને હરીયાણાની સંયુકત પરિયોજના છે. તેમાં રાજસ્થાનની ભાગીદારી ૧૫.૨ ટકા છે. આ પરિયોજનાથી શ્રીગંગાનગર, હનુમાનગઢ, સીકર, ઝુંઝનુ અને ચુરૂ જિલ્લો સિવાય ૨૫૦થી વધુ નાના મોટા ગામ અને વિસ્તારોને વીજળી પ્રાપ્ત થાય છે.
જો આ ડેમ તુટે તો શું થાય ?
જો આ ડેમ તુટે તો હિમાચલ, હરીયાણા, પંજાબ અને દિલ્હી જેવા રાજયોમાં ઘણી તબાહી મચી જાય. સાથે જ આ તુટવાથી પાકિસ્તાનને ખત્મ કરી શકે છે. કેમ કે પાકિસ્તાન ઢાળ પર વસેલુ છે અને તેનું પાણી થોડીક કલાકમાં આખા પાકિસ્તાનમાં ઘુસી જશે.