બોર્ડની ઉત્તરવહીમાં કોઈએ ‘આઇ લવ યુ સર જી’ તો કોઈએ ‘ચાંદવાલા મુખડા’ છાપી દીધું- તપાસનારને ધોળે દિવસે આવ્યા અંધારા

બિહાર(Bihar) 12મા બોર્ડ(12th Board)ની કેટલીક ઉતરવહી સામે આવી છે, જેમાં વિદ્યાર્થીઓએ લખેલી વિચિત્ર કોમેન્ટ વાંચીને શિક્ષકો હસી પડ્યા છે. અમુક ઉતરવહી સામે આવ્યા બાદ રાજ્યની શિક્ષણ વ્યવસ્થા(Education system) પર પણ સવાલો ઉભા થયા છે. ઉતરવહી(Answer sheet)ના મૂલ્યાંકન દરમિયાન ઘણી ઉતરવહીમાં આવા જવાબો લખવામાં આવ્યા છે, જે જોઈને શિક્ષકો પણ દંગ રહી ગયા હતા. કોઈએ તેની ઉતરવહીમાં ગીત લખ્યું છે, તો કોઈ પાસ કરી દો તેવી આજીજી કરી રહ્યું છે.

એક વિદ્યાર્થીએ ઉતરવહીમાં લખ્યું છે કે, સેવામાં શ્રીમાનને મારા આદરપૂર્વક નમસ્કાર છે. જે કોઈ પણ આ ઉતરવહી ચેક કરી રહ્યું છે તે ખૂબ જ મહાન છે, મને આશા છે કે તે મને સારા માર્ક આપશે. મને તમારામાં પૂરો વિશ્વાસ છે. નમસ્તે સર. આઈ લવ યુ સર જી. પરીક્ષામાં પુછાયેલા સવાલ વિદ્યુત શક્તિ અને વિદ્યુત ઊર્જા શું છે એ પ્રશ્નના જવાબમાં વિદ્યાર્થીએ ‘ચાંદવાલા મુખડા લેકે’નું ગીત લખી નાખ્યું.

પરીક્ષામાં પૂછવામાં આવેલ, પ્રશ્ન નંબર 17ના જવાબમાં એક વિદ્યાર્થીએ લખ્યું છે કે ‘મને માફ કરી દેજો સર, હું એવો વિદ્યાર્થી નથી કે જે સારા માર્ક્સ મેળવવા માટે ઉતરવહીમાં પૈસા કે ફોન નંબર આપે. પરંતુ આ ખોટું છે. મેં હંમેશાં તેનો વિરોધ કર્યો છે. હું મારી મહેનત અને તાકાત પર માર્ક્સ લાવીશ. પરંતુ હું એક મોટી સમસ્યામાં ફસાયો છું તેથી જ હું દરેક આન્સરશીટમાં અરજી લખી રહ્યો છું. તેનું આ લખવા પાછળનું કારણ કોરોનાકાળમાં પરિવારની આર્થિક પરીસ્થિતિ ખરાબ હોવાનું છે.

એક વિદ્યાર્થીએ પ્રશ્નના જવાબમાં લખ્યું છે કે, ‘સર હું બીમાર હતો મને ઠંડી લાગી રહી હતી. ઓછામાં ઓછા 20 માર્ક તો આપી દો. સર અમે ખૂબ જ ગરીબ લોકો છીએ. ત્યારે વધુ એક વિદ્યાર્થીએ લખ્યું છે કે, સર અને મેડમ, આપણે બધા જાણીએ છીએ કે, લોકડાઉનને કારણે શાળાઓ અને કોચિંગ સંસ્થાઓ ઠપ હતી. જેના કારણે સરખો અભ્યાસ થયો નથી, તેથી તમને આ ઉતરવહીમાં સારા માર્ક્સ આપવા વિનંતી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *